- સનાતન ધર્મ કોઈને ખતમ કરી દેવાની વાત નથી કરતો
- રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે
- ગેહલોત અને સોનિયા ગાંધી ચુપ શા માટે છેઃ રાજનાથ
દેશના રક્ષામંત્રી રાજનાથસિહે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને વાત કહી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે, ઉદયનિધિ સ્ટાલિને દેશ સામે માફી માગી લેવી જોઈએ. સનાતન ધર્મ એવો છે એનો કોઈ જન્મ નથી અને એનો કોઈ અંત નથી. સનાતન ધર્મ વિશ્વ કલ્યાણની વાત કરે છે. કિડીને કિડીયારૂ પણ આપે છે. આ સનાતન ધર્મમાં પંચમીના દિવસે સાપને પણ દૂધ પીવડાવીને એના આયુષ્ય માટે પ્રાર્થના થાય છે. તેઓ આવા સનાતન ધર્મને ખતમ કરી દેવાની વાત કરે છે.
ગાડીનો ક્લચ બીજો કોઈ દબાવી રહ્યા છે
સનાતન ધર્મ જાતિ કે ધર્મના આધાર પર ક્યારેય ભેદ કરતો નથી. એટલું જ નહીં કોઈ તારા કે મારાના મુદ્દાઓ પર આધાર પણ રાખતો નથી. ખોટી ટિપ્પણીઓને લઈને ઉદયનિધિએ દેશની ક્ષમા માગી લેવી જોઈએ. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે વાત કરતા કહ્યું હતું કે, રાજસ્થાન રાજ્યમાં નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે. ટ્રાંસપેરેન્સી ઈન્ટરનેશનલના રીપોર્ટ અનુસાર ભ્રષ્ટચારની દ્રષ્ટિએ રાજસ્થાન પહેલા ક્રમે છે. રાજસ્થાનમાં ગાડીનો ક્લચ કોઈ બીજું દબાવી રહ્યું છે. કોંગ્રેસ તથા વિપક્ષના ગઠબંધન વિશે વાત કરતા કહ્યું હતું કે, દેશના વિકાસ માટે ગઠબંધન હોવું જોઈએ, દેશના માન માટે સંગઠન હોવું જોઈએ. પણ અહીં વડાપ્રધાન મોદીને દૂર કરવા માટે સંગઠન રચાઈ રહ્યું છે.
સનાતન ધર્મને લઈને નેતાઓના નિવેદન
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ડ્રાઈવરની સીટ પર બેઠા છે પણ ક્લચ અને એક્સિલેટર બીજુ કોઈ દબાવી રહ્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મહિલાઓ પર થતા અત્યાચારના કેસ વધી રહ્યા છે. સોનિયા ગાંધી અને અશોક ગેહલોત શા માટે મૌનવ્રત બનીને બેઠા છે. આ સમગ્ર વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને માફી માગી લેવી જોઈએ. જોકે, જ્યારેથી સમગ્ર દેશમાં સનાતન ધર્મનો મુદ્દો ઉછળ્યો છે. ત્યારથી જુદા જુદા નેતાઓ પોતાની પ્રતિક્રિયા ઠાલવી રહ્યા છે.









