કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા શાંતિનો પૂજારી રહ્યો છે અને રહેશે જ. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા મે આર્મી કમાંડોને કહ્યુ કે છે આપણે સદાય યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઇએ.


[[$googlead]]

દેશમાં શાંતિને ખલેલ ન પહોંચાડવામાં આવે

તેમણે વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે...ભારત હંમેશા શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો અને રહેશે. પરંતુ આજે વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મે સેના કમાન્ડરોને કહ્યું હતું કે આપણે વિશ્વમાં અને ભારતમાં શાંતિ સ્થાપિત કરવા માટે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ જેથી કરીને કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિને ખલેલ પહોંચાડવામાં ન આવે.

[[$alsoread]]

વર્તમાન સ્થિતિનો કર્યો ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે લખનૌમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં ભારત શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે. જો કે પડકારો વધવાને કારણે આપણે સતર્ક રહેવાની જરૂર છે. અમૃતકાળ દરમિયાન આપણે શાંતિ જાળવીએ તે જ મહત્વનું છે. આપણે આપણા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વર્તમાનમાં આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવાની જરૂર છે. આ સાથે જ તેમણે સૈન્ય નેતૃત્વમાં ડેટા અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સના ક્ષેત્રમાં નવીનત્ત તકનિકિ પ્રગતિના ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો. 

  • Follow us on: