IIT બાબા પ્રયાગરાજ મહાકુંભ મેળાથી પ્રખ્યાત થયા છે. આ બાબાએ ઉચ્ચ શિક્ષણ લીધુ છે. અને હવે સન્યાસી બની જીવન ગુજારી રહ્યા છે. તેમના પરિવાર સાથે કોઇ સંબંધ નથી. અને ફરી તેઓ સાંસારિક જીવનમાં જવા માગતા નથી. પરંતુ એક કિસ્સાએ બાબાની પ્રતિભા પર શંકા ઉપજાવી છે. તેમની પાસે ગાંજો મળી આવતા તેમની ધરપકડ કરાઇ હતી. પરંતુ કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ તેમને જામીન આપી છુટકારો કરવામાં આવ્યો છે.

IIT બાબા પાસેથી મળ્યો ગાંજો

રાજસ્થાનના જયપુરમાંથી આઇઆઇટી બાબા અભય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. અભય સિંહે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી કે, તેઓ આત્મહત્યા કરશે. પરંતુ પોલીસે કોઇ દુર્ઘટના ઘટે તે પહેલા જ કાર્યવાહી હાથ ધરી હતી. બાબા પાસેથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી. જયપુર પોલીસે અભય સિંહ સાથે પૂછપરછ કરી હતી. પોલીસે આઇઆઇટી બાબા અભય સિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. બાબા અભય સિંહે સોશિયલ મીડિયામાં કેપ્શન લખ્યુ છે કે, અમને સુપ્રીમ અને હાઇકોર્ટના અમુક વકીલ જોઇએ જે અમારો કેસ લડી શકે.

ભોલેનાથનો પ્રસાદ ખત્મઃ આઇઆઇટી બાબા

આઇઆઇટી બાબા અભય સિંહે જણાવ્યુ હતુ કે, ભોલેનાથ બાબાનો પ્રસાદ ખત્મ થઇ ચુક્યો છે. તેમને કઇ જ સમજમાં નથી આવી રહ્યુ. કોઇ તેમની મદદ નથઈ કરતું. તેઓ રાતભરથી ઉંઘ્યા નથી. તેમને કોઇ લાઇવ નથી કરવા દેતું. હું બીજા દેશમાં જતો રહીશ અને ત્યાં સનાતની બનીશ. સત્યની કોઇ કમી નથી. હવે તેમની પાસે કંઇપણ નથી બચ્યુ. બાબાએ વધુમાં જણાવ્યુ હતુ કે, થોડા દિવસ અગાઉ મીડિયાએ તેમની સાથે એવું વર્તન કર્યુ જે બાદ તેમની પાસે હવે કોઇ નથી. બધુ નાટક છે. બાબાએ આરોપ લગાવ્યો છે કે, ન્યૂઝ ચેનલના ગેસ્ટે તેમની સાથે મારામારી કરી હતી. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગાંજા બાબતે બાબાએ કહ્યુ કે, આ ભોલેનાથનો પ્રસાદ છે. જે બધા જ પીવે છે. 
  • Follow us on: