• રાજસ્થાનમાં દર વર્ષે વરસાદ અને અન્ય સ્રોતથી રિચાર્જ થતા પાણી કરતા વધારે જળનો ઉપયોગ

  • 2025 સુધીમાં જયપુર, અજમેર અને જોધપુર સહિતના શહેરોમાં પાણીની ઉપલબ્ધતા શૂન્ય થવાનો અંદાજ
  • 2023માં જેટલું પાણી રિચાર્જ થાય છે તેના 148.77 ટકા પાણીનો ઉપયોગ કરી લેવાય છે

દક્ષિણ આફ્રિકાના રાજધાની કેપટાઉનને દુનિયાનું પહેલું જળવિહીન શહેર જાહેર કરાયું છે. હવે આગલો નંબર આપણા રાજસ્થાનનો હોઈ શકે છે. સાડા આઠ કરોડની વસતી ધરાવતા આ રણપ્રદેશ ધરાવતા રાજ્યમાં પાણી બચ્યું જ નથી. ભૂગર્ભજળ વિભાગના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આગામી વર્ષ એટલે કે 2025 સુધીમાં જયપુર, અજમેર, જોધપુર, સહિત રાજ્યના તમામ મોટા શહેરોમા પાણી બચશે જ નહીં. રાજસ્થાનમાં દર વર્ષે વરસાદ અને અન્ય સ્રોત વડે જેટલું પાણી રિચાર્જ થાય તેના કરતા 5.4 બિલિયન ક્યૂબિક મીટર વધુ પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યની બચત આજે જ ખર્ચવામાં આવી રહી છે. કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડ અને રાજસ્થાનના ભૂગર્ભજળ વિભાગના ડાયનેમિક ગ્રાઉન્ડ વોટર રિસોર્સ રિપોર્ટમાં 2025 સુધીમાં જયપુર, અજમેર, જેસલમેર અને જોધપુરમાં પાણીની ઉપલબ્ધતાનો અંદાજ શૂન્ય કરાયો છે. વર્તમાન સ્થિતિ પણ સારી નથી. કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પહેલા જ પાણીનું રેશનિંગ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ તૈયાર કરનારા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે 2025 સુધીમાં આ શહેરોમાં ભૂગર્ભ જળના ગતિશીલ સંસાધન શૂન્ય થઈ જશે. એટલે કે અહીં જેટલું પાણી રિચાર્જ થઈ રહ્યું છે તેના કરતા વધાર પાણી આપણે જમીનમાંથી બહાર ખેંચી કાઢી રહ્યા છીએ. તેના કારણે રાજસ્થાનના 302 બ્લોક્સમાંથી 219 ખતરાના નિશાનની ઉપર પહોંચી ગયા છે. બાકીના બ્લોક્સમાંથી 22ને ક્રિટિકલ, 20 સેમિક્રિટિકલ છે. માત્ર 38 બ્લોક્સ જ એવા છે જે પાણીની ઉપલબ્ધની દૃષ્ટિએ સુરક્ષિત ગણાવાયા છે.

40 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ

ભૂગર્ભજળ સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર છેલ્લા 40 વર્ષમાં રાજસ્થાનની સ્થિતિ એકદમ પલટાઈ ગઈ છે. વર્ષ 1984માં રાજસ્થાનમાં 236 બ્લોક્સમાંથી 203 સુરક્ષિત હતા. 10 સેમિ ક્રિટિકલ અને 12 અતિ-શોષણ વાળા રાજ્ય હતા. રાજસ્થાનમાં જેટલું પાણી રિચાર્જ થતું હતું તેનો 35.75 ટકા જ ઉપયોગ કરાતો હતો. 2023માં જેટલું પાણી રિચાર્જ થાય છે તેના 148.77 ટકા પાણીનો ઉપયોગ કરી લેવાય છે. એટલે જ જમીનમાંથી આપડે જે પાણી ખેંચીએ છીએ તે ભવિષ્યની બચત છે.

189 પંચાયતોમાં જળ સ્તરમાં વધારો

ભૂગર્ભજળ વિજ્ઞાનીઓના અનુસાર રિપોર્ટ ડાયનેમિક ફેક્ટર્સના આધારે તૈયાર કરાય છે. જેમાં સમય-સમયે પરિવર્તન આવી શકે છે. જો વરસાદ સારો પડે અને રિચાર્જ ઠીક રીતે કરાય તો સ્થિતિ બદલાઈ શકે છે. મુખ્ય એન્જિનિયર સૂરજ ભાનસિંહે કહ્યું હતું કે ભૂગર્ભ જળ સંરક્ષણ માટે ચલાવાતી અટલ ભૂજળ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 15 હજાર જળ સંચય સંરચના તૈયાર કરાવાઈ હતી.

રાજસ્થાનના GDPમાં 18 ટકાની ભાગીદારી 

રાજસ્થાનના ગ્રોસ જીડીપીમા ખેતીના સેક્ટરના યોગદાન 27 ટકા છે અને ભૂગર્ભજળની ભાગીદારી 69 ટકા છે. એટલે કે રાજસ્થાનના કુલ જીડીપીમાં ભૂગર્ભજળની ભાગીદારી 18 ટકા છે.

  • Follow us on: