- ભાઇ-બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી
- રક્ષાબંધનના આ પાવન અવસર પર PM મોદીએ શુભેચ્છા પાઠવી
- સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત કરી છે
આજે સમગ્ર દેશમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાઇ-બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધનના આ પાવન અવસર પર PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત કરી છે. રક્ષાબંધન સામાન્ય રીતે રાખડીથી જાણીતો છે જો કે આજે સાથે સાથે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. આથી આજનો દિવસ ખાસ છે. સાથે આજે એક સાથે 5 શુભ યોગનો સંયોગ રચાઇ રહ્યો છે.
ભાઇ પણ એટલા જ પ્યાર અને લાગણીથી બહેનને ભેટ આપે
સદીઓથી ભારતીય સંસ્કૃતિ અનુસાર પરંપરા છે કે ભાઇ-બહેનના આ તહેવારને ધામધુમથી ઉજવવામાં આવી રહી છે. ભાઇના કાંડે રાખડી બાંધીને બહેન ભાઇની પ્રગત્તિની પ્રાર્થના કરે તો ભાઇ તેના બદલામાં આજીવન બહેનની રક્ષા કરવાનુ વચન આપે. આજના દિવસે ભાઇને મોં મીઠુ કરી જમાડી બહેન ભાઇને દીલથી દુવા આપે કે ખમ્મા મારા વીરાને... ભાઇ પણ એટલા જ પ્યાર અને લાગણીથી બહેનને ભેટ આપે.
PM મોદીએ કહ્યુ આ ભાઇ-બહેનના પ્રેમનુ પ્રતિક
ભાઇ-બહેનના નિશ્વાર્થ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યુ કે આ પાવન તહેવાર તમારા સંબંધોમાં મિઠાસ ઉમેરે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.
મંત્રી અમિત શાહે પાઠવી શુભકામના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજના પાવન અવસર પર સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રાર્થના કરી છે કે રક્ષાબંધનનો તહેવાર તમામના જીવનમાં આનંદ અને ખુશીઓ લાવે.
ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ પાઠવી શુભકામના
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આ અવસરે શુભકામના પાઠવતા કહ્યુ કે રક્ષાબંધન તમારા સૌના જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ લાવે. ભાઇ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસ ના આ પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા. હુ ઇશ્વરને પ્રાર્થના કરૂ છુ કે રક્ષાબંધન સૌને ખુશી અને આનંદ અર્પે.