અયોધ્યામાં આજે અનેરો અવસર છે. કારણ કે પ્રભુ શ્રીરામ સહપરિવાર અવધ પધાર્યા છે. આજે અયોધ્યા રામમંદિરમાં રામ દરબારની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અભિજિત મુહૂર્તમાં કાશીના 101 વૈદિક આચાર્યોની હાજરીમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પ્રસંગે યુપી સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા. અયોધ્યા આખી આજે ઉત્સાહ અને આનંદના માહોલથી રંગાઇ છે. ગલી ગલીમા ંઉત્સાહ છે. રામનગરીમાં હાલ અનુષ્ઠાન ચાલી રહ્યું છે.

રામ દરબારમાં કોણ કોણ છે બિરાજમાન
- રામદરબારમાં ભગવાન રામની સાથે પરમ ભક્ત હનુમાન બિરાજમાન છે.
- આ સાથે જ ભગવાન રામના ત્રણેય ભાઇ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બિરાજમાન છે.
- રામદરબારની સ્થાપના મંદિરના પહેલા માળે કરવામાં આવી છે.
- મંદિર પરિસરમાં આવેલા અન્ય 6 મંદિરોમાં પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
- આજે ગંગા દશેરાનો ખાસ અવસર છે અને પ્રભુરામ અવધમાં પરિવાર સંગ બિરાજ્યા છે.
અભિજિત મુહૂર્તમાં જ કેમ પ્રાણપ્રતિષ્ઠા ?
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગંગા દશેરાના દિવસે 15 મિનિટના ખાસ અભિજિત મુહૂર્તને પસંદ કરવામાં આવ્યું છે. તેનુ ખાસ કારણ છે કે માન્યતા મુજબ ભગવાન રામનો જન્મ દ્વાપર યુગમાં અભિજિત મુહૂર્તમાં જ થયો હતો. એટલે જ રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં થઇ.
સીએમ યોગીએ કરી પૂજા અર્ચના
સીએમ યોગીની હાજરીમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. તેઓએ પ્રભુ પૂજા અર્ચના પણ કરી. ભગવાનની સહપરિવાર આરતી ઉતારીને ધન્યતા અનુભવી. મહત્વનું છે કે 3 જૂનથી જ અયોધ્યામાં કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. અનુષ્ઠાન ચાલી રહયા છે. હોમ યજ્ઞ અને હવન થઇ રહ્યા છે. ભક્તોમાં પણ આ અનેરો લ્હાવો લેવા અયોધ્યા પહોંચ્યા છે.









