- ઝુબેર નામના વ્યક્તિએ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.
- ઈમેલમાં સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર અને એસટીએફ ચીફને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે
- લખનઉ પોલીસ સાથે સાથે ATS તપાસમાં જોડાયુ છે
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સુરક્ષા વ્યવસ્થાને લઇને તંત્ર સાબદુ થઇ રહ્યુ છે. ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, રામ મંદિર અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ અફરાતફરી મચી ગઇ હતી. ઇમેલ મોકલનારે દાવો કર્યો હતો કે આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે જોડાયેલ છે. દેવેન્દ્રને જુબેર ખાનના નામના શખ્સે ઇમેલ કરીને ધમકી આપી છે.
27 ડિસેમ્બરે સાંજે દેવેન્દ્રને ઇ-મેલ મોકલવામાં આવ્યો હતો
ઇ-મેલ કરનારની શોધખોળ ચાલુ છે. એજન્સીઓ તપાસમાં લાગી ચુકી છે. ધમકી ભર્યો ઇમેલ મળતાની સાથે જ દેવેન્દ્ર તિવારીએ યુપીના 112ને ટેગ કરીને જાણકારી આપી હતી. 27 ડિસેમ્બરે સાંજે દેવેન્દ્રને ઇ-મેલ મોકલવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તૈયાર થઇ રહેલ પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજીત થઇ રહ્યો છે. જેને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
પ્રશાસન પાસેથી સુરક્ષા માટે વિશેષ તપાસની માંગ કરી છે
દેવેન્દ્ર તિવારીએ માહિતી આપતા જણાવ્યુ કે 27 ડિસેમ્બર 2023ના બપોરે 02.07 કલાકે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, રામ મંદિર અને STF ચીફ શ્રી અમિતાભ યશને અને દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ સમાચારની સાથે ઇમેલ ફોટોકોપી જોડી રહ્યો છુ. પ્રશાસન પાસેથી સુરક્ષા માટે વિશેષ તપાસની માંગ કરી છે.
આઇપી એડ્રસથી ઇમેલ કરનારનુ લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ
સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. લખનઉ પોલીસ સાથે સાથે ATS તપાસમાં જોડાયુ છે. આઇપી એડ્રસથી ઇમેલ કરનારનુ લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પહેલા દેવેન્દ્ર તિવારીના ઘર પર એક બેગમાં ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેમાં CM યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.