- રામેશ્વર કાફે બ્લાસ્ટ મામલે વધુ એક આરોપી ઝડપાયો
- NIAએ આરોપીનું નામ શોએબ અહેમદ મિર્ઝાની કરી ધરપકડ
- આ આતંકી કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી હોવાની વિગત
રામેશ્વર કાફે બ્લાસ્ટ મામલે NIAએ શુક્રવારે ચાર રાજ્યોમાં કાર્યવાહી હાથ ધરી હતી. રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.
મળતી માહિતી મુજબ, NIAએ24 મેના રોજ 4 રાજ્યોમાં કાર્યવાહી કર્યા બાદ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તરીકે કરવામાં આવી છે. આરોપીનું નામ શોએબ અહેમદ મિર્ઝા ઉર્ફે છોટુ (ઉ.વ.34) છે, આતંકી કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી છે. આ કેસમાં ધરપકડ કરાયેલો 5 પાંચમો આરોપી છે, જે પહેલાથી જ LET આતંકવાદી ષડયંત્રના કેસમાં દોષિત છે.













