- લાંબા અંતરથી સુપરોસોનિક મિસાઈલ રેમ્પેજ IAFમાં સામેલ કરાઈ
- રેમ્પેજ મિસાઈલ 250 કિલોમીટરની રેન્જમાં નિશાનો મારવામાં સક્ષમ
- IAFમાં સુખોઈ-30, MKI અને મિગ 29ને રેમ્પેજ મિસાઈલથી સજ્જ કરાયા
ભારતીય સેનાના પાવરને વધારવા અને વધુ મજબૂત બનાવવા માટે સતત અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં લાંબા અંતરથી સચોટ હુમલો કરી શકતી રેમ્પેજ મિસાઇલોને હવે ભારતીય વાયુસેના અને નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવી છે. આ મિસાઈલ લગભગ 250 કિલોમીટરની રેન્જની મારક ક્ષમતા ધરાવે છે. રેમ્પેજ મિસાઈલ ઈઝરાયેલ દ્વારા વિકસાવવામાં આવેલ છે.
રેમ્પેજ સુપરસોનિક મિસાઈલની વિશેષતા
રેમ્પેજ મિસાઈલ લાંબા અંતરની હવાથી જમીન પર વાર કરતી સુપરસોનિક મિસાઇલ છે. સુપરસોનિક એટલે કે, આ મિસાઈલ અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે તેના લક્ષ્ય પર હુમલો કરશે. જેને હાઇ સ્પીડ લો ડ્રેગ માર્ક - 2 મિસાઇલ પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મિસાઈલ કેટલી શક્તિશાળી છે?
એરફોર્સ અને નેવી ફાઈટર પ્લેનની ફાયરપાવર વધશે
જગુઆર ફાઈટર એરક્રાફ્ટ ઉપરાંત ભારતીય વાયુસેનાએ રશિયન ફાઈટર પ્લેન સુખોઈ - 30 MKI અને મિગ - 29ને રેમ્પેજ મિસાઈલોથી સજ્જ કર્યા છે. એવામાં, નેવીએ મિગ-29 નેવલ ફાઇટર એરક્રાફ્ટ માટે તેના કાફલામાં આ ઘાતક મિસાઇલોનો સમાવેશ કર્યો છે. ઓલ વેધર રેમ્પેજ મિસાઇલોના સમાવેશ સાથે, ભારતીય ફાઇટર એરક્રાફ્ટની ફાયરપાવરમાં વધુ વધારો થયો છે. ભારતીય વાયુસેના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતમાં રેમ્પેજ મિસાઈલ બનાવવાનું પણ વિચારી રહી છે. મળતી માહિતી અનુસાર, આ ખરીદી 2020માં ચીન સાથે તણાવ શરૂ થયા બાદ સશસ્ત્ર દળોને મહત્વપૂર્ણ શસ્ત્રો અને સાધનોથી સજ્જ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી કટોકટીની સત્તાનો એક ભાગ હતો.
રેમ્પેજ મિસાઈલ કેટલી શક્તિશાળી છે?
આ મિસાઈલ ભારતીય ફાઈટર પાઈલટ્સને કોમ્યુનિકેશન સેન્ટર અથવા રડાર સ્ટેશન જેવા લક્ષ્યો પર હુમલો કરવા અને તેને નષ્ટ કરવામાં મદદ કરશે. આ મિસાઇલોનો ઉપયોગ તાજેતરમાં ઇઝરાયેલી વાયુસેના દ્વારા ઇરાનના લક્ષ્યો પર પાયમાલી કરવા માટે કરવામાં આવ્યો હતો. તે એન્ટી-જામિંગ ક્ષમતાઓ સાથે GPS/INS માર્ગદર્શન નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે.
રેમ્પેજ મિસાઈલ સ્પાઈસ 2000 મિસાઈલ કરતા વધુ શક્તિશાળી
ઈઝરાયેલમાં વિકસિત રેમ્પેજ મિસાઈલ સ્પાઈસ-2000 મિસાઈલ કરતા પણ વધુ અંતર સુધી પ્રહાર કરી શકે છે. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયન Su-30 સાથે આ મિસાઇલોનું એકીકરણ રશિયન એરક્રાફ્ટ ફ્લીટની તાકાતને વેગ આપશે જે હવે 400 કિમીથી વધુની રેન્જ ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલો ઉપરાંત લાંબા અંતરની હવાથી જમીન પર પ્રહાર કરી શકે છે.
રેમ્પેજ વિશે બીજું શું વિશેષ છે?
4 રેમ્પેજ મિસાઇલ એક સમયે એરક્રાફ્ટમાં ફીટ કરી શકાય છે. રેમ્પેજની ખાસ વાત એ છે કે તે એર ડિફેન્સ સિસ્ટમને ડોડ કરવામાં સક્ષમ છે. આ સિવાય તે સ્ટેન્ડ-ઓફ હથિયાર છે. સ્ટેન્ડ-ઓફ હથિયારો એવા શસ્ત્રો છે જે લાંબા અંતરથી લક્ષ્ય પર છોડવામાં આવે છે, જેથી લક્ષ્યનો નાશ થાય અને દુશ્મન વિસ્તારના હુમલાથી કોઈ નુકસાન ન થાય. ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના રિપોર્ટ અનુસાર રેમ્પેજ મિસાઈલ 47 મીટર લાંબી અને 570 કિલો વજનની હોય છે. તે એરફોર્સ બેઝ, કંટ્રોલ ટાવર, લોજિસ્ટિક્સ સેન્ટર અને કમાન્ડ પોસ્ટને નિશાન બનાવવામાં અસરકારક છે.