ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમના નિધનથી વિશ્વ આખુ શોકમાં છે. રતનટાટાને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. નેતાઓ, રાજકીય દિગ્ગજો, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સહિત તમામ લોકો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા છે. તેવામાં તેમના શ્વાનને પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પ્રિય શ્વાને પાઠવી શ્રદ્ધાંજલિ
રતન ટાટાના નિધન બાદ તેમના પ્રિય શ્વાન 'ગોવા' એ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. 'ગોવા' નામનો આ શ્વાન રતન ટાટાની ખૂબ નજીક હતો. રતન ટાટા એકવાર ગોવા ગયા ત્યારે આ કૂતરો તેમની પાછળ ગયો અને પછી રતન ટાટા તેને પોતાની સાથે મુંબઈ લઈને આવ્યા હતા. આ પછી તેનું નામ 'ગોવા' રાખવામાં આવ્યું હતું. આ શ્વાન મુંબઈમાં બોમ્બે હાઉસમાં રતન ટાટા સાથે રહેતો હતો અને તેના જીવનનો મહત્વનો ભાગ બની ગયો હતો.

એક યુગનો અંત આવ્યો
રતન ટાટાનું વ્યાવસાયિક જીવન જેટલું પ્રેરણાદાયી હતું, તેમ જ અંગત જીવનમાં પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ અનોખો હતો. 'ગોવા' તેમના હૃદયની ખૂબ નજીક હતો. રતન ટાટા હંમેશા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા હતા. દેશભરમાંથી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તેમના નેતૃત્વ હેઠળ ટાટા જૂથે ઘણા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેમના નિધનથી ઉદ્યોગમાં એક યુગનો અંત આવ્યો છે.

શ્વાનને કારણે પ્રિન્સ ચાર્લ્સને મળી ન શક્યા

મહત્વનું છે કે રતન ટાટા પ્રાણીઓ પ્રત્યે ખાસ કરીને શ્વાસ પ્રત્યેના તેમનો પ્રેમ જગજાહેર હતો. તેમણે ગોવા નામનો એક લાચાર શ્વાન પણ દત્તક લીધો હતો. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર બચાવેલા કૂતરા માટે પરિવારને શોધતા જોવા મળ્યા હતા. તેમના જીવનમાં એક એવી ઘટના બની કે જ્યારે તેઓ તેમના બીમાર કૂતરાનું ધ્યાન રાખવાને કારણે બ્રિટનના તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સ સાથે મળી શક્યા ન હતા.

  • Follow us on: