• જયપુરની રાવણ મંડીમાં વેચાય છે જુદા જુદા પ્રકારના રાવણ

  • દર વર્ષ કરતાં આ વખતે રાવણના પૂતળાનું વેચાણ વધ્યું
  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને પૂતળાની ડિમાન્ડ વધી

આજે સમગ્ર દેશમાં દશેરા અને વિજયાદશમીનો તહેવાર ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના ખૂણે ખૂણે અસત્ય પર સત્યની જીતના પ્રતિક રૂપે રાવણદહનના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ વખતે રાજસ્થાનમાં રાવણની માંગ વધી ગઈ છે.

અનિષ્ટ પર ઈસ્ટની જીતના પ્રતિક સમાન તહેવાર દશેરાની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આજે દેશભરમાં જુદા જુદા ભાગોમાં દશાનન રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજસ્થાનના જયપુરમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

[[$googlead]]

આ તમામ કાર્યક્રમોમાં જે સ્થળેથી રાવણના પૂતળા મોકલવામાં આવે છે તેવી રાવણ મંડી એટલે કે રાવણના પૂતળાના બજારમાં જાત-જાતના અને ભાત-ભાતના રાવણના પૂતળાઓ ઉતારવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોની સરખામણીમાં આ વર્ષે રાવણની પૂતળાની માંગ ખાસ્સી વધી ગઈ છે. તેના પાછળનું કારણ રાજ્યમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ માનવામાં આવે છે. અનેક રાજકીય લોકો અને સ્થાનિક પક્ષોએ પોતાને ત્યાં રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કર્યો હોવાથી રાવણના પૂતળાની માંગ સખત વધી ગઈ છે.

[[$alsoread]]


  • Follow us on: