• મધ્ય પ્રદેશમાં સીટ શેરિંગને લઈને સપા કોંગ્રેસ આમને સામને
  • અખિલેશ યાદવે લગાવ્યા કોંગ્રેસ પર લગાવ્યો દગાખોરીનો આરોપ
  • INDIA ગઠબંધનમાં ખટરાગને લઈને ભાજપ સાધી રહ્યું છે નિશાન

INDIA ગઠબંધનમાં શરૂ થયેલો ખટરાગ ચરમસીમાએ આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ પર દગાખોરીનો આરોપ લગાવ્યો છે. ત્યારે, અખિલેશના આરોપોને લઈને ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે.

રવિ શંકરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે INDIA ગઠબંધનના પક્ષોમાં અંદરોઅંદર જ ઝઘડા છે. આ તો થવાનું જ હતું. કેમકે તેમનામાં અંદરો અંદર જ ખટરાગ છે. તકસાધુ ગઠબંધન જેમાં સ્વાર્થ રહેલો હોય ત્યાં ખટરાગ થવાનો જ છે. દેશની જનતા નક્કી કરશે કે તેઓ કોની સાથે છે.

[[$googlead]]

ભાજપના નેતાએ જણાવ્યું હતું કે એક તરફ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે અને બીજી બાજુ ગઠબંધનના લોકો અંદરોઅંદર જ ઝઘડી રહ્યા છે. દેશની જનતા બધુ જ જાણે છે.

[[$alsoread]]

ઉલ્લેખનીય છે કે, INDIA ગઠબંધનના મુખ્ય પક્ષ કોંગ્રેસ પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એકવાર ફરીથી નિશાન સાધ્યું છે. મધ્ય પ્રદેશમાં સીટ શેરિંગને લઈને અખિલેશ યાદવે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ગઠબંધન કરવું જ નહોતું તો અમને બોલાવ્યા જ કેમ? અમને પહેલા જ કહી દેતા કે રાજ્ય સ્તરે નહિ માત્ર લોકસભા સ્તરે જ ગઠબંધન કરવામાં આવશે. મને કોંગ્રેસના લોકો કહી દે કે સપા સાથે ગઠબંધન નથી કરવું, અમારી સાથે ષડયંત્ર ન કરે.

અખિલેશે આગળ જણાવ્યું કે તમે અમને બોલાવ્યા, આપણે ચર્ચા કરી, અમે અમારું પરફોર્મન્સ બતાવ્યું, અને તમે અમારા નેતાઓને આગળ બેસાડ્યા તો કેમ તમે આવું કર્યું? તેમણે આ ખોટું કર્યું છે. તેનો જવાબ તેમની પાસે નથી એટલે જ તેમની ભાષા બદલાઈ ગઈ છે. જો અમારી પાર્ટીના નેતા કોઈ ખોટું ટ્વિટ કરે કોઈ ખોટી ભાષા વાપરે તો અમે તેમને ટોકીએ છીએ અને કોઈપણ પાર્ટીના મોટા નેતા વિષે આ પ્રકારનું ન બોલવું જોઈએ. આ સમાજવાદીઓની પરંપરાથી વિરુદ્ધ છે.

અખિલેશ યાદવે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સ્પષ્ટ કરી દે કે તેમણે ગઠબંધન કરવું હોય તો કરે, જેથી અમે અમારી તૈયારીઓ કરી લઈએ અને જેથી અમે ભાજપને હરાવી શકીએ. અને તેમને ગમે ત્યારે એવું લાગે કે તેમને સમાજવાદીઓની જરૂર છે તો અમારા ડૉ. રામમનોહર લોહીયા કહી ચૂક્યા છે તેમ જ્યારે કોંગ્રેસ સૌથી વધુ નબળી પડશે અને તેમને તમારી જરૂર હશે ત્યારે તે તમને બોલાવશે તો તમે ઇનકાર ન કરતાં.


  • Follow us on: