• ગૌતમ સિંઘાનિયાના જન્મદિવસની પાર્ટીના આગલા દિવસની ઘટના

  • ગૌતમે પત્ની નવાઝ અને પુત્રી નિહારિકાને મુક્કા અને લાત માર્યા હોવાનો આરોપ
  • નવાઝે કહ્યું હતું કે ઘટના બાદ નીતા અને અનંત અંબાણીએ મને બચાવી હતી

રેમન્ડ ગ્રૂપના એમડી ગૌતમ સિંઘાનિયાની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. સિંઘાનિયાના પત્નીએ હવે તેમની પર પોતાની સાથે અને પુત્રી સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. સિંઘાનિયાના પત્ની નવાઝ મોદીએ દાવો કર્યો હતો કે ગૌતમે ગત 9 સપ્ટેમ્બરના રોજ તેની પર અને તેમની પુત્રી પર શારીરિક હુમલો કર્યો હતો. નવાઝ મોદીના અનુસાર ગૌતમ સિંઘાનિયાએ ત્રણ વાર તેમની પર હુમલો કર્યો હતો જે પૈકી સપ્ટેમ્બરની ઘટના એક છે. નવાઝ મોદીએ પોતાના પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે પોતાના પતિ સાથેના તૂટેલા સંબંધો વિશે વાત કરી હતી. નવાઝે પોતાના લગ્નજીવન વિશે વાત કરી હતી. નવાઝે કહ્યું હતું કે 9 સપ્ટેમ્બરે ગૌતમના જન્મદિવસની પાર્ટીના આગલા દિવસે સવારે પાંચ વાગ્યાની ઘટના છે. ગૌતમે ત્યારે મારી પુત્રી નિહારિકા અને મને માર માર્યો હતો. પછી તે ઓચિંતો ત્યાંથી જતો રહ્યો હતો અને મને લાગ્યું કે તે કદાચ પોતાની બંદૂક કે કોઇ અન્ય હથિયાર લેવા ગયો છે. અને તેથી હું મારી પુત્રીને સુરક્ષિત રીતે ખેંચીને બીજા રૂમમાં લઇ ગઇ હતી. નવાઝે કહ્યું હતું કે મારી બે વાર હરણિયાની સર્જરી થઇ છે. એક વાર ગર્ભાવસ્થા દરમિયાન અને બીજીવાર એક્ટોપિક પ્રેગ્નેન્સી દરમિયાન જ્યારે મારી ફેલોપિયન ટયૂબ કાઢી નાખવામાં આવી હતી ત્યારે મારું ઓપરેશન થયું હતું અને તે વખતે પણ ગૌતમે મને રૂમમાં ઘણીવાર ફેરવી હતી.

નીતા અંબાણીએ બચાવ્યા હતા

નવાઝે કહ્યું હતું કે ઘટના બાદ નીતા અને અનંત અંબાણીએ મને બચાવી હતી. મેં મારી મિત્ર અનન્યા ગોયન્કાને ફોન કર્યો હતો. તેને લાગ્યું કે પોલીસ અમારી મદદ માટે નહીં આવે. તે સિવાય નિહારિકાએ પોતાના મિત્ર ત્રિશકર બજાજના પુત્ર વિશ્વરૂપને બોલાવ્યો હતો. નીતા અને અનંત અંબાણી મારી સાથે લાઇનમાં હતા અને તેમનો સમગ્ર પરિવાર મને બચાવવા માટે કૂદી પડયો હતો. નવાઝે કહ્યું હતું કે ગૌતમે પોલીસને આવતા અટકાવી હતી પરંતુ નીતા અને અનંત અંબાણીએ સુનિશ્ચિત કર્યુ હતું કે પોલીસ આવે.


  • Follow us on: