- પૂર્વે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત રેમલની ગતિ તેજ
- ગણતરીની કલાકોમાં 'રેમલ' વાવાઝોડું બંગાળમાં અસર દેખાડશે
- 27, 28 અને 29મેના રોજ ભારેથી અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે રવિવારે સોશિયલ મીડિયા પર વાવાઝોડા 'રેમલ'ને લઇને સૌથી મોટા અપડેટ આપ્યા છે. IMDએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, આગામી 6 કલાકમાં 'રેમલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ જશે.
27, 28 અને 29મેના રોજ ભારેથી અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે આસામ, મેઘાલય અને ગાંગેય પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ગાંગેય પશ્ચિમ બંગાળમાં 26 અને 27મેએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ અને મેઘાલયમાં 27, 28 અને 29મેના રોજ ભારેથી અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
IMD એ કહ્યું કે, સાઇક્લોન 'રેમલ' નો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્રીપ સમૂહના દક્ષિણ પૂર્વ લગભગ 290 કિમી. ખેપુપારા (બાંગ્લાદેશ) ના દક્ષિણ પૂર્વમાં 300 કિમી અને કેનિંગ (ડબ્લ્યૂબી)ના દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે.
વાવાઝોડાને લઇ કંટ્રોલરૂપ સજ્જ
IMD એ કહ્યું કે ચક્રવાત 'રેમલ' ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ ગયું છે. 'રેમલ' ની દેખરેખ માટે સુંદરવનમાં કંટ્રોલ રૂપ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આજે રાત્રે બંગાળ, બાંગ્લાદેશના તટથી ટકરાશે
IMDએ જણાવ્યું કે, ચક્રવાત 'રેમલ' એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. આ પ્રી-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. ચક્રવાત 'રેમલ' રવિવારે સવારે 8 વાગ્યે ઉત્તર બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યો હતો અને ખેપુપારાથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સાગરથી 270 કિમી દૂર સ્થિત છે. ટાપુ દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.
IMD અનુસાર, ચક્રવાત 'રેમલ' આગામી થોડા કલાકોમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે અને 26 મેની મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પસાર થશે.
આ રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ
- આસામ- રેડ એલર્ટ
- મેઘાલય- રેડ એલર્ટ
- ગાંગેય પ.બંગાળ- રેડ એલર્ટ
- નાગાલેન્ડ-ઓરેન્જ એલર્ટ
- મણિપુર-ઓરેન્જ એલર્ટ
- મિઝોરમ-ઓરેન્જ એલર્ટ
- ત્રિપુરા- ઓરેન્જ એલર્ટ
- અરુણચલ પ્રદેશ-ઓરેન્જ એલર્ટ
- પ.બંગાળ અને સિક્કિમ-ઓરેન્જ એલર્ટ