રાજ્યભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ વર્ષે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ ખાતે યોજાઇ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વાવ થરાદ ખાતે પહોંચ્યા છે. વાવ થરાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો

 વાવ–થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન અને પરેડનો ભવ્ય કાર્યક્રમ

પ્રાપ્ત માહિતી મુજબ, વાવ–થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન અને પરેડનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

રાજ્યપાલ અને CM ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું અને CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા. ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ અને CM ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આજના પ્રજાસત્તાક પર્વે સરહદી પંથક તિરંગાના રંગે રંગાયો હતો અને જુદી જુદી કેડરની પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભારે ઉત્સાહ

વાવ થરાદ જિલ્લાના લોકોમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકો તથા નાગરિકો ભવ્ય ઉજવણીમાં જોડાયા છે.

 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે યોજાનારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં હાજર

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે યોજાનારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તમામ કેડરોને ગ્રાઉન્ડ પર સજ્જ કરવામાં આવી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે પરેડમાં ભાગ લેનારી તમામ કેડરોને ગ્રાઉન્ડ પર સજ્જ કરવામાં આવી છે. પોલીસ, હોમગાર્ડ, એનસીસી સહિતના દળો દ્વારા પરેડની રિહર્સલ પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજ્યભરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ

રાજ્યભરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો----   Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી