દેશભરમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે તૈયારીઓ તડામાર શરુ કરાઇ છે.

કોણ-કોણ છે મુખ્ય મહેમાન ?

આ વર્ષે 26મી જાન્યુઆરીની ઉજવણીમાં યૂરોપીય યૂનિયનના લીડર્સ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. યૂરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યૂરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ ઉભો થાય છે કે, ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બોલાવવાના અને પસંદગી કરવાના અધિકાર કોના છે. આ પ્રક્રિયામાં કોણ-કોણ ભાગ લે છે?.

બન્ને નેતાઓ ભારત યાત્રાએ

આ વર્ષે ગણતંત્ર દિવસ માટે મુખ્ય મહેમાનના નામ પર મ્હોર મારવામાં આવી છે. 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે યૂરોપીય યૂનિયનના લીડર્સ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. યૂરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યૂરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર હાજરી આપશે. આ મહેમાનો દ્વારા ભારત યૂરોપીય સંઘ સાથે પોતાના સંબંધો મજબૂત કરશે. બન્ને નેતાઓ 25થી 27 જાન્યુઆરી સુધી ભારત યાત્રાએ રહેશે. ભારત-EU શિખર સંમેલનમાં પણ તેઓ ભાગ લેશે.

કેવી રીતે થાય છે મુખ્ય મહેમાનની પસંદગી ?

ભારતમાં ગણતંત્ર દિન પર ચીફ ગેસ્ટને આમંત્રણ આપવાની પરંપરા 1950થી શરુ કરાઇ હતી. ગણતંત્ર દિવસ પર કોઇપણ દેશના નેતાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવુ એ દેશ માટે ગૌરવની વાત છે. મુખ્ય મહેમાનને પસંદ કરવાની પ્રક્રિયા કાર્યક્રમના 6 મહિના પહેલાથી જ શરુ થઇ જાય છે. આ પ્રક્રિયામાં ઘણી મુખ્ય વાતો પર ધ્યાન આપવામાં આવે છે. ભારત સાથે કેવા સંબંધો છે, ત્યાંની સેના, રાજનૈતિક સ્થિતિ, અર્થતંત્રનો ભારત સાથે કેવો સંબંધ છે. આ તમામ વાતોનું ધ્ચાન રાખીને મુખ્ય મહેમાન પસંદ કરાય છે.

ક્યાં-ક્યાં ઉપસ્થિત હોય છે મુખ્ય મહેમાન ?

ચીફ ગેસ્ટ ગણતંત્ર દિવસની પૂર્ણ ઉજવણી દરમિયાન હાજર રહે છે. તેઓને પરંપરા અનુસાર 21 તોપોની સલામી અપાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાય છે. મુખ્ય મહેમાનની 3 દિવસની યાત્રામાં તેમના માટે રાષ્ટ્રપતિ સ્પેશલ રિસેપ્શનનું આયોજન કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર જાય છે. મુખ્ય મહેમાનને સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Donald Trumpને રાષ્ટ્રપતિ બન્યાના બીજા કાર્યકાળને એક વર્ષ થયું પૂર્ણ, તેમના 12 નિર્ણયે વિશ્વને હચમચાવ્યુ