77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.
રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું
આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલો તથા સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.













