જેમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે ધ્વજવંદન કરાશે. આ રાષ્ટ્રીય પર્વના સુચારું આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

કાર્યક્રમ સંદર્ભે માર્ચ પાસ્ટ અને સલામીના આયોજન અંગે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી

રિહર્સલ દરમિયાન માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવે પોલીસ દળ અને હોમગાર્ડના જવાનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શિસ્તબદ્ધ પરેડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ સંદર્ભે માર્ચ પાસ્ટ અને સલામીના આયોજન અંગે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રાંત અધિકારીએ સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા અને કોઈ પણ કચાશ ન રહે તે જોવાની તાકીદ કરી હતી.

વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવનાર ટેબ્લો પ્રદર્શિત કરાશે

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સુરક્ષા વ્યવસ્થા અને પરેડના શિસ્તબદ્ધ આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, રોડ સેફ્ટી નાટક, આ સાથે વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવનાર ટેબ્લો પ્રદર્શિત કરાશે.


આ પણ વાંચો : Ahmedabad News : સિવિલ હોસ્પિટલના ડો.રાકેશ જોષી અને અમેરિકાના ડો.અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત