- કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં શશી થરૂરની કારમી હાર
- કોંગ્રેસની ચૂંટણીમાં તેમની જીત માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવા માંગુ છું: થરૂર
- દરેક લોકો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઋણી છે: થરૂર
24 વર્ષ બાદ ગાંધી પરિવારના બહારના મલ્લિકાર્જુન ખડગે તરીકે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને પોતાના અધ્યક્ષ મળી ગયા છે. મલ્લિકાર્જુન ખડગેની જીત પહેલેથી નક્કી મનાતી હતી અને કોંગ્રેસ પરિવારનું સમર્થન મળી ગયું છે. તો શશી થરૂરની કારમી હાર થઇ છે. 1000 સાથીઓનો મને સાથ મળવું પણ સમ્માનની વાત છે.
કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે બુધવારે પોતાની હાર સ્વીકારી લીધી અને તેમના પ્રતિસ્પર્ધી મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપ્યા. થરૂરે એક નિવેદનમાં કહ્યું કે, "1,000 સાથીદારોને એકસાથે રાખવા એ પણ સન્માનની વાત છે. અંતિમ ચુકાદો ખડગેની તરફેણમાં હતો, હું કોંગ્રેસની ચૂંટણીમાં તેમની જીત માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવા માંગુ છું," થરૂરે એક નિવેદનમાં કહ્યું હતુ. કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટે ખૂબ જ સન્માનની વાત છે, હું મલ્લિકાર્જુન ખડગેને આ ચૂંટણીમાં તેમની સફળતા માટે અભિનંદન આપું છું."












