• કોલસા આધારિત ઊર્જા, જળવિદ્યુત ક્ષમતા વધારવામાં વિલંબના કારણે

  • સોલાર ફાર્મમાં ઝડપથી વધારો , દિવસના સમયે સપ્લાય ગેપ છે તેને પૂર્ણ કરી શકાય તેમ છે
  • રાતના સમયે પાવર કટના કારણે એવા ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

દેશ આગામી ગરમીમાં અને આવનારા વર્ષોમાં રાતના સમયે એક તરફ અકળાવનારી ગરમી હશે ત્યારે જ રાત્રે પાવર કટને લઇને મોટું જોખમ તોળાઇ રહ્યું છે. કોલસા આધારિત ઊર્જા અને જળવિદ્યુત ક્ષમતાને વધારવામાં થઇ રહેલો વિલંબ તેની પાછળનું મુખ્ય કારણ છે. બીજી તરફ દેશમાં સૌર ઊર્જાની ઉપલબ્ધતા પણ એટલા મોટા પ્રમાણમાં થઇ રહી નથી. એવા સંજોગોમાં વીજળીની જરૂરિયાત પૂર્ણ કરવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. જો કે સોલાર ફાર્મમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે જેને કારણે દિવસના સમયે સપ્લાય ગેપ છે તેને પૂર્ણ કરી શકાય તેમ છે. જો કે કોલસાથી ચાલતાં વિદ્યુત મથકોની ક્ષમતામાં ઘટાડો થઇ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. સરકારી આંકડાથી જાણકારી મળે છે કે રાતના સમયે લાખો લોકોને વીજ કાપનો સામનો કરવો પડી શકે તેમ છે.

એપ્રિલમાં રાતના સમયે 217 ગીગાવોટ વીજળીની જરૂર

નોન-સોલાર અવર્સમાં આ વર્ષે એપ્રિલમાં પાવરની ઉપલબ્ધિતા ઉચ્ચ માંગ ધરાવતાં દેવસોમાં 1.7 ટકા સુધી ઓછી રહી શકે છે. ફેડરલ ગ્રીડ રોગ્યુલેટર તરફથી આંતરિક નોટનો રિવ્યૂ કર્યા બાદ આ જાણકારી ઉપલબ્ધ થઇ શકી છે. આગામી એપ્રિલમાં રાતના સમયે દેશમાં 217 ગીગાવોટ વિજળીની જરૂર પડી શકે તેમ છે કે જે પાછલા વર્ષની તુલનાએ 6.4 ટકા વધારે છે. ગ્રીડ ઈન્ડિયાનું કહેવું છે કે આ સ્થિતિ ચિંતાજનક છે.

રાત્રી વીજકાપથી ઉદ્યોગો પર વિપરીત અસર

ભારતમાં આ વર્ષે ભીષણ ગરમી પડવાની છે તેનો સામનો કરવા લોકો એસી વધુ વાપરશે, જે માટે વધુ વીજળી વપરાશે. રાતના સમયે પાવર કટના કારણે એવા ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેમનું કામ 24 કલાક ચાલતું હોય છે.


  • Follow us on: