• બિહારમાં જે.પી નડ્ડાએ સંબોધી જનસભા
  • ત્રીજા તબક્કાના મતદાનને લઇને ચૂંટણી પ્રચાર
  • ઇન્ડિ. ગઠબંધન પર વરસ્યા જે.પી નડ્ડા

લોકસભાની ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનને લઇને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ત્યારે બિહારમાં 3જા તબક્કામાં 5 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અરરિયા પહોંચ્યા હતા. અહીં ચૂંટણી સભા સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભ્રષ્ટાચારીઓનો પરિવાર છે ઘમંડિયા ગઠબંધન

[[$googlead]]

 લાલુ યાદવની આરજેડી પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આરજેડી એટલે લાંચ લેનાર, જંગલ રાજ અને દલદલ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ ભારત ગઠબંધનને આડે હાથ લીધું હતું. નડ્ડાએ કહ્યું કે આ ઘમંડી ગઠબંધન ભ્રષ્ટાચારીઓનું કુળ છે. તેમાંથી અડધા જામીન પર છે અને અડધા જેલમાં છે. તેમના ભાષણ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓએ પહેલા રસીનો વિરોધ કર્યો અને પછી છૂપી રીતે પોતે જ લઈ રહ્યા હતા. જ્યારે પણ અમે સંસદમાં મળતા ત્યારે અમે તેમને પૂછતા હતા કે તેમને મોદીની રસી કેવી લાગી.

[[$alsoread]]

ઇન્ડિ.ગઠબંધન રામ વિરોધી

જેપી નડ્ડાએ ઇન્ડિ. ગઠબંધનને રામ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકોને રામ મંદિરને લઈને સમસ્યા છે. તેમણે કહ્યું કે આ જે આપણે ભારતમાં આજે ભારતમાં સૌથી સસ્તી અને અસરકારક દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે. આપણે બનાવેલી દવાઓ વિશ્વમાં બીજા ક્રમે નિકાસ થઈ રહી છે.

25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

નડ્ડાએ કહ્યું કે મારું બાળપણ બિહારમાં વીત્યું છે અને મેં એ સમય પણ જોયો છે જ્યારે બિહારના લોકો સત્તુ ખાઈને જીવતા હતા. પરંતુ આજે દેશના 80 કરોડ લોકો અને બિહારના 8 કરોડ 70 લાખ લોકોને મફત રાશન મળી રહ્યું છે, જેના કારણે દેશના લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે.


  • Follow us on: