- ગ્રેટર નોઇડમાં મૉલમાં દુર્ઘટના
- ગ્રિલ તૂટવાથી બે લોકોના મોત
- બંને મૃતકો ગાઝિયાબાદના રહેવાસી
ગ્રેટર નોઇ઼ડા વેસ્ટના બ્લૂ સ્ફિયર મૉલમાં દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે જેમાં બે લોકોના મોત નીપજ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતક મોલમાં પોતાની ઓફિસ જઇ રહ્યા હતા તે દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર સેફ્ટી ગ્રિલ તૂટી.
બે લોકોના મોત
ઘટનાને પગલે પોલીસની ટીમ પહોંચી હતી. તે વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મોલમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.
બંને મૃતકો ગાઝિયાબાદના રહેવાસી
બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાંથી માહિતી મળી છે કે મૃત્યુ પામેલા બંને યુવકો ગાઝિયાબાદના રહેવાસી હતા. એકનું નામ હરેન્દ્ર ભાટી અને બીજાનું નામ શકીલ હતું. હરેન્દ્ર અને શકીલ બંને ગાઝિયાબાદના વિજયનગરમાંથી મોલમાં ફરવા માટે આવ્યા હતા. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
નજરે જોનારનું શું કહેવુ છે ?
ત્યાં હાજર લોકોનું કહેવુ છે કે અમને એકદમ જોરથી અવાજ સંભળાયો. અમને ખબર પડી કે ગ્રિલ તૂટવાથી બે લોકોના મોત થયા છે. અહીં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભાગદોડ થઇ ગઇ હતી. જમીન પર લોહી જ દેખાતુ હતું. કાચના ટુકડાઓ જમીન પર વિખેરાઇને પડ્યા હતા.









