• ડો. આંબેડકરના બંધારણને કારણે આદિવાસી પુત્રી દેશનાં રાષ્ટ્રપતિ છે

  • જે પોતાને મજબૂત નથી બનાવી શકતો તે દેશને કઇ રીતે મજબૂત બનાવશે?: કોંગ્રેસ પર કટાક્ષ
  • વિશ્વને એક મજબૂત અને શક્તિશાળી ભારતની જરૂર છે: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. હોશંગાબાદ લોકસભા મતવિસ્તારના પિપરિયા ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના ઇતિહાસનો આજે ખૂબ મોટો દિવસ છે. બાબાસાહેબની આજે જયંતી છે. ભાજપને તેમનું સન્માન કરવાની તક મળી છે. કોંગ્રેસે હંમેશા બાબાસાહેબને અપમાનિત કર્યા છે. બાબાસાહેબે લખેલા બંધારણને કારણે જ એક ગરીબનો દીકરો તમારી પાસેથી ત્રીજીવાર સેવાના આશીર્વાદ માંગી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબ ઘરનો પુત્ર જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યો તો કોંગ્રેસ અફવા ફેલાવવા લાગી કે મોદી આવશે તો દેશના બંધારણ સામે ખતરો છે. હવે કોંગ્રેસનો શાહી પરિવાર ધમકી આપી રહ્યો છે કે મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે તો દેશમાં આગ લાગી જશે. તેમના મનમાં આટલી જ ઇર્ષા રહી તો દેશ તેમને કદી તક નહીં આપે. વિશ્વને એક મજબૂત અને શક્તિશાળી ભારતની જરૂર છે. જે પક્ષ પોતાને મજબૂત નથી બનાવી શકતો તે દેશને કઇ રીતે મજબૂત બનાવશે? વડાપ્રધાન મોદીએ કહ્યું કે ડો. આંબેડકરે ઘડેલા બંધારણને કારણે આદિવાસી પરિવારના પુત્રી આજે દેશના રાષ્ટ્રપતિ છે. ભાજપના સંકલ્પપત્ર વિષે કરી વાત

વડાપ્રધાન મોદીએ ભાજપના સંકલ્પપત્રમાં મોદીએ આપેલી ગેરંટી વિષે વાત કરી હતી. ભાજપે 3 કરોડ બહેનોને લખપતિ બનાવવાની ગેરંટી આપી છે. મુદ્રા યોજના હેઠળ રૂપિયા 10 લાખને બદલે રૂપિયા 20 લાખની લોન આપવામાં આવશે. કોંગ્રેસે એવી ઘોષણાઓ કરે છે કે તેમને જ નથી સમજાતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારું સપનું જ મારો સંકલ્પ છે.


  • Follow us on: