દિલ્હી વિધાનસભાની ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે બીજેપીએ ચૂંટણીને લઇને સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે આપણે સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનું છે.

અમે 499 વચનો પુરા કર્યા-જે.પી નડ્ડા 
નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ રાજકીય કલ્ચરને બદલી દીધ છે. આજથી પહેલા મેનિફેસ્ટો આવતા હતા પણ રાજકીય પક્ષો તેને ભૂલી જતા હતા. પરંતુ હવે મેનિફેસ્ટો એક સંકલ્પ પત્રમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીએ 2014 માં 500 વચનો આપ્યા હતા, જેમાંથી 499 વચનો પૂરા કરી દીધા છે.

વચનો પુરા કરવાનો અમારો રેકોર્ડ- જે.પી નડ્ડા 
ભાજપ પ્રમુખે કહ્યું કે વચનો પાળવાનો અમારો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. અમારો રેકોર્ડ 99.9 ટકા છે. આ વિકસિત દિલ્હીના પાયા માટેનો સંકલ્પ પત્ર છે. દિલ્હીની બધી યોજનાઓ ચાલુ રહેશે. અમે ઝૂંપડપટ્ટીવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવીશું. આજે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલી જન કલ્યાણકારી યોજનાઓ ભાજપ સત્તામાં આવ્યા પછી પણ ચાલુ રહેશે. અમે મહારાષ્ટ્રમાં મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે હરિયાણામાં મહિલાઓને 2100 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.

જાણો સંકલ્પ પત્રની મોટી વાતો
  • મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.
  • ગર્ભવતી મહિલાઓને 21000 રૂપિયા આપવામાં આવશે.
  • હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવામાં આવશે.
  •  LPG પર 500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
  •  ગર્ભવતી મહિલાઓને પોષણ કીટ આપવામાં આવશે.
  • 5 લાખ રૂપિયા સુધીનો વધારાનો આરોગ્ય વીમો આપવામાં આવશે.
  • દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવશે.
  • અટલ કેન્ટીન યોજના શરૂ કરશે. ઝૂંપડપટ્ટીમાં પાંચ રૂપિયામાં રાશન આપવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે.

  • Follow us on: