• લેખક-પત્રકાર નીરજા ચૌધરીના પુસ્તકમાં ઇન્દિરા અને સંઘ વચ્ચેના સંબંધો વિશે જાણકારી અપાઈ

  • દેવરસ ઇન્દિરામાં હિન્દુઓના નેતા જોતા હતા
  •  અન્ય સંઘ નેતાઓ ઇન્દિરામાં હિન્દુઓના નેતાને જોતા હતા

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ સાથે સારા સંબંધ હતા. બંને મદદ માટે એકબીજાની પાસે જતા હતા.ઇમરજન્સી દરમિયાન સંઘે માત્ર ઇન્દિરા ગાંધીનો સાથ જ નહોતો આપ્યો, બલકે 1980માં સત્તા પર પરત ફરવામાં પણ સંઘે ઇન્દિરા ગાંધીની મદદ કરી હતી. જોકે, સ્વયં ઇન્દિરા ગાંધી સંઘથી સાવધાનીપૂર્વક અંતર જાળવી રાખતા હતા. સ્વતંત્રતા બાદના આગામી છ દાયકામાં ભારતના વડાપ્રધાનોની કાર્યશૈલી મુદ્દે પત્રકાર નીરજા ચૌધરીના નવા પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડમાં આ દાવા કરાય છે. ઇમરજન્સી દરમિયાન સંઘના ત્રીજા પ્રમુખ બાલાસાહેબ દેવરસે તેમને ઘણીવાર પત્ર લખ્યા હતા. ઘણા સંઘ નેતાઓ કપિલ મોહન મારફત સંજય ગાંધીનો સંપર્ક કરતા હતા. નીરજાના અનુસાર ઇન્દિરાને આ આશંકા હતી કે મુસ્લિમો કોંગ્રેસથી નારાજ થઇ શકે છે, તેથી તેઓ પોતાના રાજકારણનું હિન્દુકરણ કરવા માગતા હતા.

દેવરસ ઇન્દિરામાં હિન્દુઓના નેતા જોતા હતા

પુસ્તકમાં ઇન્દિરાની નજીક રહેલા અનિલ બાલીના હવાલાથી કહેવાયું હતું કે સંઘે તેમને 1980માં 353 બેઠકની જંગી જીત સાથે સત્તા પર પરત ફરવામાં મદદ કરી હતી. તેઓ જાતે આટલી બેઠકો પર જીત મેળવી શકે તેમ નહોતા. બાલીના અનુસાર દેવરસ અને અન્ય સંઘ નેતાઓ ઇન્દિરામાં હિન્દુઓના નેતાને જોતા હતા.

 આ પહેલા 1971માં પાકિસ્તાનના ટુકડા અને બાંગ્લાદેશના જન્મની ઘટનાએ પણ સંઘને પ્રભાવિત કરી દીધી હતી. તત્કાલીન સંઘ પ્રમુખ માધવ સદાશિવ ગોલવલકરે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે આ સિદ્ધિનો સઘળો શ્રોય આપને જાય છે. પરમાણું પરીક્ષણ બાદ પણ સંઘે ઇન્દિરાની પ્રશંસા કરી હતી.


  • Follow us on: