આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે અવારનવાર દેશની સાંપ્રત સમસ્યાઓને લઇને નિવેદન આપે છે. થોડા સમય પહેલા જ સંઘની મોટી બેઠક મળી હતી. ત્યારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મોહન ભાગવતે સનાતન ધર્મને લઇને મોટું નિવેદન આપ્યુ છે. દિલ્હીમાં બુધવારે દામોદર સાતવલેકર દ્વારા લખેલા ચાર વેદોની હિન્દી ભાષ્યના વિમોચનનો પ્રસંગ હતો. ત્યારે મોહનભાગવત હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમનુ આગમન થતા જયશ્રી રામ, વંદે માતરમના શ્રોતાઓએ નારા લગાવ્યા હતા. ત્યારે મોહન ભાગવતે કહ્યું કે આ નારા લગાવવાનું સ્થાન નથી.
વેદો વિશે બોલવાનો અધિકાર નથી
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે વેદો વિશે બોલવાનો મારો અધિકાર નથી. હું ઉત્સાહ વધારવા આવ્યો છું. વેદ અને ભારત એ બે વાતો નથી. તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે સનાતન ધર્મના ઉત્થાનનો સમય આવી ગયો છે. આ અંગે વિશ્વનું વલણ પણ બદલાઈ રહ્યું છે. આપણે એ પણ જાણીએ છીએ કે આવા સમયમાં, વેદોની આ ભાષ્યો એ સંકેત છે કે આ વેદ આપણા આગળ વધવાનું સાધન છે.
વેદોમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને જ્ઞાન છે
મોહન ભાગવતે કહ્યું કે વેદોમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને જ્ઞાન છે. વેદ એ જ્ઞાનનો ભંડાર છે. વેદ લખાયા કે વિચાર્યા નથી પણ જોવામાં આવ્યા. અમારા ઋષિમુનિઓ મંત્ર દ્રષ્ટા હતા. તેમણે કહ્યું કે આજે કળિયુગમાં જ્ઞાન મેળવ્યા પછી ત્યાં પહોંચવું શક્ય નથી. માણસ ઇન્દ્રિયો અને માઇક્રોસ્કોપ દ્વારા મેળવે છે પણ તેની પણ એક મર્યાદા હોય છે. આપણા પૂર્વજો કહેતા હતા કે આખી દુનિયા એક છે. દરેક વ્યક્તિ જોડાયેલ છે. જુદાઈ અને લડાઈ એ બધું ક્ષણિક છે, મિથ્યા છે.
મોહન ભાગવતે કહ્યું કે વેદમાં સિટી સ્કેન મશીન વિશે લખ્યું નથી પરંતુ તેનું મૂળ વેદમાં છે, તેનો આધાર છે. તેમણે જણાવ્યું કે વેદ જણાવે છે કે સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે. વેદોમાં વિજ્ઞાન છે. આરએસએસના સરસંઘચાલે કહ્યું કે મનુષ્યો, જૂથો અને સૃષ્ટિએ ભગવાનના સાર્વત્રિક સ્વરૂપ સાથે જીવવાનું છે. ધર્મ જોડે છે. ધર્મ જીવનનો આધાર છે.
વેદ સર્જન સાથે આવ્યા
તેમણે કહ્યું કે વેદનું મૂલ્ય સત્યમાં રહેલું છે. સૃષ્ટિની સાથે વેદ આવ્યા. વેદોનો અર્થ જે લોકો વેદોનું જીવન જીવે છે તે લોકો જ જણાવી શકે છે. સંગઠન પણ વેદમાં છે. સંગઠન કેવી રીતે રચવાનું છે તેનું સૂત્ર પણ વેદોમાં જણાવ્યું છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આપણે વેદોને લઈને ચર્ચામાં ન પડવું જોઈએ કારણ કે તેનો કોઈ ફાયદો નથી. તમે જે માનો છો તે વાંચો અને અનુસરો.
તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે સનાતન ધર્મના ઉદયનો સમય આવી ગયો છે. આ અંગે વિશ્વનું વલણ પણ બદલાઈ રહ્યું છે. આપણે એ પણ જાણીએ છીએ કે આવા સમયે વેદોનો આ ભાષ્ય સંકે છે કે આગળ વધવા માટે વેદ આપણુ સાધન છે.









