- વિદેશ મંત્રીએ દિલ્હીની હંસરાજ કૉલેજમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું
- રશિયા સાથેના સંબંધો, આતંકવાદ, વિદેશ નીતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
- હવે ભારત ઘણુંબધું ડિજિટલ બની ગયું છે: એસ.જયશંકર
ભારતમાં અત્યારે લોકસભા-2024ની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ દરમિયાન દેશમાં ઠેર-ઠેર ચૂંટણીનો માહોલ છે. આ દરમ્યાન દેશની રાજધાની દિલ્હીમાં આવેલી જાણીતી હંસરાજ કૉલેજમાં વિક્સિત ભારત-2047 કાર્યક્રમમાં દેશના વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું હતું. તેમને કાર્યક્રમ દરમિયાન આતંકવાદ, વિદેશ નીતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા.
વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે આજના સમયમાં ભારતની ઈમેજ એવી છે કે જ્યાં મિત્રતા નિભાવવાની જરૂર હોય ત્યાં મિત્રતા નિભાવે છે. પરંતુ અમે નિષ્પક્ષ નિર્ણય લેતા હોઈએ છીએ. દુનિયા સમજી ચુકી છે કે આજનું ભારત ઘણા હદ સુધી બદલાઈ ગયું છે. એસ.જયશંકરે આજના ભારતનો અર્થ છે કે જ્યારે વર્ષ-2014થી લઈ અત્યાર સુધી
આજનું ભારત બદલાઈ ગયું છે: એસ.જયશંકર
આગળ વિદેશ મંત્રીએ આતંકવાદનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અને ભાજપ શાસનની સરખામણી કરી હતી. તેમને કહ્યું કે મુંબઈ હુમલામાં શું થયું અને ઉરી અને બાલાકોટમાં શું થયું. આજનું ભારત આતંકવાદની સાથે ખૂબ જુદી રીતે વર્તે છે. અમારા સૈનિક ચીનની સરહદ પર તૈનાત છે. અમારી પર રશિયાથી ઓઈલ ન લેવા દબાણ હતું. અમારા હિતો માટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવું જરૂરી હતું તો અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદી લીધું.
વિદેશ મંત્રીએ કેશલેસનો ઉલ્લેખ કર્યો
વિદેશ મંત્રી એસ.જયશંકરે દેશના ડિઝિટલાઈશેન અંગેનો સંબોધનમાં ઉલ્લેખ કરી કહ્યું કે મોદી સરકારમાં ભારત ઘણું ડિજિટલ થઈ ચુકયું છે. વિદ્યાર્થીઓને વિદેશ મંત્રીએ પૂછ્યું કે તમારામાંથી કેટલા લોકો આજે રોકડાનો વપરાશ કરો છો? તેમને કેશલેસની લેવડ-દેવડના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો.
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે આજના સમયમાં દેશ પ્રતિ મહિને 10થી 11 બિલિયન કેશલેસ લેવડ-દેવણ કરે છે. અમેરિકામાં એક વર્ષમાં ચાર બિલિયન ડિઝિટલ લેવડ-દેવડ કરે છે. ચીન એક વર્ષમાં વધુમાં વધુ 20 બિલિયન ટ્રાંઝેક્શન કરે છે. વિદેશ મંત્રીએ આગળ જણાવ્યું કે થોડા સમયમાં ભારત ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા ધરાવતો દેશ બની જશે.









