• જગ્ગી વાસુદેવને હોસ્પિટલમાંથી રજા અપાઇ
  • 17 માર્ચે કરાઇ હતી બ્રેઇન સર્જરી
  • ઇન્દ્રપ્રસ્થ સ્થિત અપોલો હોસ્પિટલ ચાલતી હતી સારવાર

અધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ બ્રેન સર્જરીને કારણે છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. જો કે હવે તેમની તબિયત સુધારા પર રહેતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. બ્રેન સર્જરી બાદ તેઓ રિકવર થતા દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ સ્થિત અપોલો હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.

શું કહે છે ડોક્ટર્સ ?

[[$googlead]]

એપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું, 'ડોક્ટરોએ તેમની સારવાર અને સાજા થવા પર સંતોષ વ્યક્ત કર્યો છે. જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માંગતા હતા તેમના માટે આ સારા સમાચાર છે. તેમણે આ સમયગાળા દરમિયાન લોકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઈશા ફાઉન્ડેશન અનુસાર, સદગુરુનું 15 માર્ચે એમઆરઆઈ સ્કેન થયું હતું, જેમાં તેમના મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.

[[$alsoread]]

15 માર્ચે MRI કરવામાં આવી

15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા જતા તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો હતો. તેજ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજની MRI કરવામાં આવી હતી.

17 માર્ચે બ્રેન સર્જરી કરી હતી

સારવાર દરમિયાન ખબર પડી કે તેમના મગજમાં 3-4 અઠવાડિયાથી લોહી વહેતું હતું. સદગુરુને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી. 17 માર્ચ, 2024 ના રોજ, તેમને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનથી જાણવા મળ્યું કે મગજમાં સોજો નોંધપાત્ર રીતે વધી ગયો હતો અને તેનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 17 માર્ચના રોજ, તેમની મગજની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી.

  • Follow us on: