સેફ અલી ખાન ઉપર બુધવારે મોડી રાત્રે હુમલો થયો હતો. જ્યારે હુમલો થયો ત્યારે એક્ટર સૈફ અલી ખાન ઘરમાં હાજર હતા.જણાવવામાં આવી રહ્યું છે કે, સૈફ અલી ખાન પર આ હુમલો ત્યારે થયો જ્યારે સૈફ અલી ખાનના મુંબઈ સ્થિત ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા હતા.હુમલો કરનારે સૈફ પર ચપ્પુથી હુમલો કર્યો હતો.
સૈફ બોલીવુડ એક્ટર જ નથી પરંતુ પટૌદી રિયાસતના નવાબ પણ છે
આ ઘટના બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હુમલો કરનારને પકડવાના પ્રયત્નમાં સૈફ ઘાયલ થઈ ગયો હતો. હુમલો કરનાર વ્યક્તિએ એક્ટર પર છ વખત ચપ્પુથી ઘા કર્યા હતા.આ ઘટનામાં સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. સૈફ અલી ખાન પર હુમલાની આ ખબર સાંભળીને બધા હૈરાન છે આપને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન માત્ર બોલીવુડ એક્ટર જ નથી પરંતુ પટૌદી રિયાસતના નવાબ પણ છે. આવો જાણીએ સૈફ અલી ખાનની આલીશાન જિંદગી અને એમની કુલ સંપત્તિ વિશે.
જે ઘરમાં વ્યક્તિ ચોરી કરવા ઘૂસ્યો હતો તે ઘરની આટલી છે કિંમત
મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્ટર સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 1200 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. ત્યાં એક્ટર એક ફિલ્મ માટે 10-15 કરોડ રુપિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી 1-5 કરોડ રુપિયા લે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર,એક્ટર સૈફ અલી ખાનના ઘર પર જે હુમલો થયો છે અની કિંમત 100 કરોડથી પણ વધારે બતાવવામાં આવી રહી છે.
કેટલા કરોડોની સંપત્તિ છે સૈફ અલી ખાન પાસે
સૈફ અલી ખાનની સૌથી મૂલ્યવાન મિલકત હરિયાણામાં પટૌડી પેલેસ છે, જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઇબ્રાહિમ કોઠી તરીકે જાણીતી, આ શાહી મિલકત 10 એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને તેમાં કુલ 150 રૂમ છે,જેમાં 7 બેડરૂમ, 7 લાઉન્જ, 7 બિલિયર્ડ રૂમ, 7 ડ્રેસિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ અને ઘણું બધું છે. સૈફ અલી ખાનના પટૌડી પેલેસમાં ઘણી મોટી ફિલ્મોનું શૂટિંગ થયું છે. રણબીર કપૂરની 'એનિમલ' (2023), 'મેરે બ્રધર કી દુલ્હન' (2011), 'મંગલ પાંડે' (2005) અને 'વીર ઝારા' (2004) જેવી ઘણી હિટ ફિલ્મોનું શૂટિંગ થયું છે.
સ્વિત્ઝરલેન્ડમાં પણ છે એક આલીશાન ઘર
મીડિયા રિપોર્ટ્સમાં નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના મુંબઈના ઘરની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અભિનેતાનું મુંબઈનું ઘર એકદમ આલીશાન છે. સૈફ અલી ખાનની સંપત્તિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. સૈફ અલી ખાન પાસે સ્વિટ્ઝર્લેન્ડમાં ₹33 કરોડનું આલિશાન ઘર છે, જે તેની વૈભવી જીવનશૈલી દર્શાવે છે.
સૈફ બિઝનેસની દુનિયામાં પણ ઘણો સફળ
બોલિવૂડમાં સફળ કરિયરની સાથે સૈફ બિઝનેસની દુનિયામાં પણ ઘણો સફળ રહ્યો છે. કપડાંની બ્રાન્ડ્સ ઉપરાંત સૈફ અલી ખાને સ્પોર્ટ્સ સંબંધિત પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કર્યું છે. જ્યાંથી તેઓ સારી આવક મેળવે છે.
સૈફ અલી ખાન પાસે અદ્ભુત લક્ઝરી કાર કલેક્શન
તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ એસ 350ડી, લેન્ડ રોવર ડિફેન્ડર 110, ઓડી ક્યૂ અને જીપ રેંગલર જેવી પ્રીમિયમ કાર છે.













