બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે તેના ઘરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે,બાંદ્રા (પશ્ચિમ)માં તેમના નિવાસસ્થાને ઘુસીને કથિત રીતે છરીના ઘા માર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.જ્યારે અભિનેતા અન્ય પરિવારના સભ્યો સાથે તેમના ઘરમાં સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી,હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
પોલીસે આરોપીને શોધવા બનાવી અલગ-અલગ ટીમો
પોલીસે જણાવ્યું હતું કે ઘરના તમામ સભ્યો જાગી ગયા પછી આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો અને પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બાંદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે પોલીસે અલગ-અલગ સીસીટીવી પણ તપાસ્યા છે અને આરોપી સુધી પહોંચવા માટે મહેનત કરી રહી છે.
સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
એક વરિષ્ઠ IPS અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે તેને લૂંટારુઓ સાથેની ઝપાઝપીમાં છરા મારવામાં આવ્યા છે કે કંઈ બીજું હથિયાર મારવામાં આવ્યું છે તે મામલે તપાસ ચાલી રહી છે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે.
સૈફ અલી ખાનને વધુ ઈજા હોવાથી ઓપરેશન પણ કરવું પડયું
સૈફ અલી ખાનને સવારે 3-30 વાગ્યે લીલાવતી (હોસ્પિટલ) લાવવામાં આવ્યા છે.તેમને વધારે ઈજા પહોંચી છે એક ઈજા તેમને કરોડરજ્જુની નજીક પહોંચી છે,તેમનું ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે.તેમનું ઓપરેશન ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન એનેસ્થેટિસ્ટ નિશા ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યું છે.









