• કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી અંગે નિવેદન આપ્યું

  • ઠંડી હોવા છતાં રાહુલ ગાંધીએ સમગ્ર યાત્રા દરમિયાન સ્વેટર પણ પહેર્યું નહીં, માત્ર ટી-શર્ટના સહારે ફર્યાં
  • ભાજપે ખુર્શીદના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધી અંગે નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ સર્જાયો છે. ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી અને કોંગ્રેસના કાર્યકરોને ભરત ગણાવ્યા હતા. અહેવાલ અનુસાર, ખુર્શીદે કહ્યું હતું કે, ભગવાન રામનું સ્ટેન્ડ ઘણું આગળ છે. કેટલીકવાર રામજી જ્યારે નથી પહોંચી શકતા ત્યારે ભરત અલગ- અલગ જગ્યાએ જાય છે. આ રીતે અમે યુપીમાં ખડાઉ લાવ્યા છીએ. હવે ખડાઉ આવી ગયા છે રામજી પણ આવશે.

ખુર્શીદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી યોગીની તપસ્યાની જેમ તેમના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રાહુલ ગાંધી સુપર હ્યુમન છે જ્યારે અમે ઠંડીમાં ઠંડક અનુભવી રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ. ઠંડી હોવા છતાં રાહુલ ગાંધીએ સમગ્ર યાત્રા દરમિયાન સ્વેટર પણ પહેર્યું નહીં, માત્ર ટી-શર્ટના સહારે ફર્યાં.

[[$googlead]]

ભાજપના નેતાઓએ ખુર્શીદ પર કર્યો હુમલો

[[$alsoread]]

ભાજપે ખુર્શીદના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ખુર્શીદની ટિપ્પણીને હિંદુ આસ્થાનું અપમાન ગણાવી હતી. શહઝાદે તેમના ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી અને પોતાની તુલના ભારત સાથે કરી! તે આઘાતજનક છે શું તે બીજા ધર્મના દેવતાઓ સાથે કોઈની સરખામણી કરવાની હિંમત કરશે? શહજાદે કહ્યું હતું કે, જે લોકો રામજીના અસ્તિત્વને નકારીને રામ મંદિરના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેઓ હવે હિંદુ આસ્થાનું અપમાન કરી રહ્યા છે.

આ યાત્રા કાશ્મીર સુધી જશે

તમને જણાવી દઈએ કે, સલમાન ખુર્શીદ સોમવારે યુપીના અમરોહામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારી ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરીએ યુપીના ગાઝિયાબાદથી ફરી શરૂ થશે. હાલમાં આ યાત્રા 9 દિવસના વિરામ પર દિલ્હીમાં છે. કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા કાઢી છે. રાહુલ ગાંધીએ તેની શરૂઆત તમિલનાડુથી કરી હતી તેઓ હજારો કિલોમીટર ચાલ્યા છે અને તેમની આ યાત્રા કાશ્મીર સુધી જશે.


  • Follow us on: