• સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
  • ભારતની વિવિધતાને લગતા પિત્રોડાના નિવેદનથી વિવાદ
  • પૂર્વ ભારતના લોકો ચીની જેવા લાગે છેઃ પિત્રોડા

લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને મોટું નિવેદન આપતા વિવાદ વકર્યો હતો. ત્યારે હવે વધુ એકવાર સેમ પિત્રોડા પોતાના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે.

દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છેઃ પિત્રોડા

[[$googlead]]

સામ પિત્રોડાએ રંગભેદને લગતા નિવેદનથી વિવાદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા દેખાય છે જ્યારે પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પૂર્વ ભારતના લોકો ચીની જેવા લાગે છે જ્યારે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે. આ નિવદેનથી વધુ એકવાર માહોલ ગરમાયો છે.  

[[$alsoread]]

ભારતની વિવિધતા પર શું કહ્યું પિત્રોડાએ ?

સામ પિત્રોડાએ અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને સાથે રાખી શકીએ છીએ, જ્યાં પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમના લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા લોકો જેવા દેખાય છે અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. કોઈ વાંધો નથી, આપણે બધા બહેનો અને ભાઈઓ છીએ. પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં વિવિધ પ્રદેશોના લોકોના રીતરિવાજો, ખોરાક, ધર્મ, ભાષા અલગ અલગ છે, પરંતુ ભારતના લોકો એકબીજાને માન આપે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશના લોકો 75 વર્ષથી ખુશહાલ વાતાવરણમાં જીવ્યા છે.

હિમંતા બિસ્વાએ લીધા આડેહાથ

સામ પિત્રોડાના આ નિવેદનને મામલે બીજેપી નેતાઓએ નિશાન સાધ્યુ છે. પિત્રોડાના નિવેદન પર નિશાન સાધતા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે સામ ભાઈ, હું નોર્થ ઈસ્ટથી છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે વૈવિધ્યસભર દેશમાં રહીએ છીએ, આપણે જુદા દેખાઈ શકીએ છીએ, પરંતુ આપણે બધા એક છીએ. આપણા દેશ વિશે થોડું તો સમજો.


  • Follow us on: