• રાહુલ ગાંધીએ સાવરકરને ભાજપ અને સંઘના પ્રતિક ગણાવ્યા હતા
  • સંજય રાઉતે  રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા
  • અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલના નિવેદન સામે અસહમતી દર્શાવેલી 

શિવસેનાના સાંસદ સંજય રાઉતે વીર સાવરકર માટે ભારત રત્ન આપવાની માંગણી કરી છે અને સાવરકર પર કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો પણ કર્યા છે.

મંગળવારે તેમની યાત્રાના ભાગ રૂપે આયોજિત વાશિમ જિલ્લામાં એક રેલી દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સાવરકર ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રતીક છે. તેઓ બે-ત્રણ વર્ષ આંદામાનની જેલમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે દયાની અરજીઓ લખવાનું શરૂ કર્યું હતું.

રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદન બાદ સમગ્ર ભારતમાં અનેક નેતાઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તેવામાં સંજય રાઉત પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના એક જૂથનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્ધવ ઠાકરેએ પણ આ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીના નિવેદન સાથે સહમત નથી. ઉદ્ધવ કહે છે કે, અમે વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરતા નથી. અમારા હૃદયમાં વીર સાવરકર માટે આદર અને સન્માન છે. તેમના યોગદાનને કોઈ ભૂંસી શકતું નથી.


  • Follow us on: