- કેન્દ્ર સરકાર સામે શાબ્દિક વાર કરીને સંજય રાઉતે ચર્ચા જગાવી
- સુપ્રિયા સુલે બાદ ફરી સંજય રાઉત એક્ટિવ મોડ પર
- વિપક્ષી સંગઠનનું નામ લઈ મુદ્દો ઊઠાવ્યો
શિવસેના સંગઠનના સંજય રાઉતે ફરી એકવખત એવું નિવેદન આપી દીધું છે. જેના કારણે એની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સુપ્રિયા સુલેનું નિવેદન સામે આવ્યા બાદ ફરી એકવખત મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક સમીકરણ ચર્ચામાં છે. એવામાં હવે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, જ્યારથી વિપક્ષની પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનનું એલાન કર્યું છે. એ પછી એમનું વલણ આક્રમક બની ગયું છે.
અમે કોઈ રીતે ડરવાના તો નથી જ
ઈન્ડિયા વિપક્ષી સંગઠનનો એટલો ડર છે કે, એ લોકોની ઊંઘ ઉડી ચૂકી છે. દેશભક્તોની ટીમ જ્યારથી એક ચૂકી છે ત્યારથી આ પાર્ટી સીબીઆઈ અને ઈડીની રેઈડ ચાલી રહી છે. ભાજપ પાર્ટી એટલી ડરી ચૂકી છે કે, ઝારખંડ, કર્નાટક, બંગાળમાં દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે. પણ અમે કોઈ રીતે ડરવાના નથી. વર્ષ 2024માં આ તમામ પ્રવૃતિઓ ખોટી સાબિત થશે. આ લોકોને હિસાબ દેવો પડશે.
ખાસ કોઈ દમ નથી
સંજય રાઉત જે રીતે નિવેદન આપી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે, શું તે ફરી કોઈ રાજકીય ચર્ચાનો ભાગ બનવા માગે છે? કે માત્ર નિવેદન આપીને છૂટી જવા માગે છે? ગ્રાઉન્ડ લેવલ પર મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એની હકીકતથી તેઓ વાકેફ છે. રાઉતનો દાવો સમજવા માટે રાજકીય ચિત્રને સમજવું પડે એમ છે. ઈન્ડિયા વિપક્ષી સંગઠન કોઈ પણ ભોગે મોનસુન સત્રમાં એક્ટિવ જોવા મળ્યું છે. દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં જે રીતે મોદી સરકારે વધુ મતથી જીતી લીધુ એના પરથી એવો સંકેત મળે છે કે, ઈન્ડિયા વિપક્ષી સંગઠનના દાવામાં ખાસ કોઈ દમ નથી.
નિવેદનબાજી જુની વાત છે
વિપક્ષ સંગઠન બીજેડી, વાઈએસઆર કોંગ્રેસનું સમર્થન લેવામાં કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. જ્યારે પણ આવા સંગઠનની વાત આવે છે ત્યારે માત્ર જવાબ દેવાનું જાણે છે. દેશની કમાની કોની પાસે છે એ મુદ્દો કોઈ રીતે અગત્યનો છે એ કોઈ સમજતુ નથી. જોકે, જે રીતે સંજય કેન્દ્ર સરકાર પર ચાબખા મારી રહ્યા છે એ કોઈ નવી વાત નથી. આ પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી એ સમયે પણ આવા નિવેદન એમના સામે આવ્યા હતા.