• બિહારના સારણમાં હિંસાનો મામલો
  • હિંસા મામલે ચૂંટણી પંચે આપ્યો નિર્દેશ
  • સારણ એસપીને તાત્કાલિક અસરથી હટાવ્યા
બિહારના છપરામાં એસપીને તાત્કાલિક પ્રભાવથી હટાવી દેવાયા છે. સારણમાં મતદાનના દિવસે થયેલી હિંસા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ પર આ એક્શન લેવાયા છે. ત્યારે હવે છપરાના નવા એસપી કોણ બનાવાયા છે તે જાણીએ.

ચૂંટણી પંચનો નિર્દેશ
બિહારના સારણમાં ચૂંટણીના દિવસે થયેલી હિંસક અથડામણ અને તેના એક દિવસ પછી બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. છાપરાના એસપી ગૌરવ મંગળાને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે 20 મેના રોજ સારણ લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર ડો. રોહિણી આચાર્ય પોલિંગ બૂથ પર ગયા હતા, ત્યારબાદ વિવાદ વધી ગયો હતો. બીજા દિવસે 21 મેના રોજ બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી.

1નું મોત 2 લોકો થયા હતા ઘાયલ
મહત્વનું છે કે આ મામલે એક આરજેડી સમર્થકે જીવ ગુમાવ્યો જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગમાં વપરાયેલી બંદૂકને પોલીસે જપ્ત કરી હતી. મહત્વનું છે કે ચૂંટણી સમયે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી એસપીની હોય છે. હિંસા ભડકવી અને તેના પર કંટ્રોલ ન કરવાને કારણે ચૂંટણી પંચે આ પગલા ભર્યા છે. 
  • Follow us on: