• ફોજદારી માનહાનિ કેસમાં સાંપડી નિરાશા
  • રાઘવ ચઢ્ઢા-સત્યેન્દ્ર જૈનને કોર્ટનો ફટકો
  • રાઉઝ એવન્ય કોર્ટે બંનેની અરજી ફગાવી દીધી

આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને મની લોન્ડ્રીંગ મામલે કેસ મામલે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી ફટકો પડ્યો છે. ફોરાઘવ ચઢ્ઢા અને સત્યેન્દ્ર જૈનને દિલ્હી બીજેપી નેતા છૈલ બિહારી ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં નિરાશા સાંપડી છે. રાઉઝ એવન્યુ કોર્ટે રાઘવ ચઢ્ઢા અને સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ તથ્યો તેમજ કાયદા અનુસાર સંપૂર્ણપણે સાચો અને કાયદેસર છે.

છૈલ બિહારીએ કરી હતી ફરિયાદ

રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા અને સત્યેન્દ્ર જૈને માનહાનિ કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. છૈલ બિહારી ગોસ્વામીએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી જેમાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય સત્યેન્દ્ર જૈન અને પંજાબના રાજ્યસભાના સાંસદ ચઢ્ઢા પર તેમની વિરુદ્ધ NDMC ફંડ્સ અંગે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો.

શું લગાવ્યો હતો આરોપ

ભાજપના નેતા છૈલ બિહારીએ આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ "સામાન્ય લોકોની નજરમાં ફરિયાદીના નૈતિક અને બૌદ્ધિક પાત્રને નીચું" કરવા માટે નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ગોસ્વામી એનડીએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા.

રાઘવ ચઢ્ઢાને કરાયા છે સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢા 11 ઓગસ્ટથી રાજ્યસભામાંથી સસ્પેન્ડ છે. કેટલાક સાંસદો, જેમાંથી મોટા ભાગના સત્તાધારી ભાજપના છે, તેમણે રાઘવ ચઢ્ઢા પર તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. તે પ્રસ્તાવમાં વિવાદાસ્પદ દિલ્હી સેવા બિલની તપાસ માટે પસંદગી સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યસભાના સભ્યએ દિલ્હી સેવા બિલને પસંદગી સમિતિને મોકલવાની દરખાસ્ત કરી હતી. તેમણે સૂચિત સમિતિના સભ્યો તરીકે કેટલાક સભ્યોને નોમિનેટ કર્યા હોવાના અહેવાલ છે. આ પછી દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક સાંસદોએ આ માટે તેમની સંમતિ આપી ન હતી. આ ફરિયાદની નોંધ લેતા અધ્યક્ષે રાઘવ ચઢ્ઢાને વિશેષાધિકાર સમિતિની તપાસ બાકી રહેતા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

  • Follow us on: