- આજે ઇન્ડિયા ગઠબંધનની રામલીલા મેદાનમાં મહારેલી
- 28 રાજકીય પાર્ટીઓ રેલીમાં રહેશે હાજર
- બીજેપીએ ઇન્ડિ. ગઠબંધન પર તાક્યુ નિશાન
દિલ્હીમાં આજે સીએમ અરવિંદ કેજરીવાલના કથિત દારૂ કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. જેને લઇને ઇન્ડિયા ગઠબંધન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 28 રાજકીય પાર્ટીઓ ભાગ લઇ રહી છે. આ રેલીનું નામ તાનાશાહી હટાવો લોકતંત્ર બચાવો નામ આપવામાં આવ્યુ છે. ત્યારે આ મામલે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ઇન્ડિયા ગઠબંધનને આડેહાથ લીધુ હતું.
પરિવાર બચાવો, ભ્રષ્ટાચાર છુપાવો રેલી- સુધાંશુ ત્રિવેદી
તેમણે આ મામલે ટિપ્પણી કરતા જણાવ્યું કે અસલમાં આ રેલી લોકતંત્ર બચાવો રેલી નહી પરંતુ પરિવાર બચાવો, ભ્રષ્ટાચાર છુપાવો રેલી છે. આજે એમ કહી શકાય કે રામ મંદિરનો વિરોધ કરનારા, હિંદુ ધર્મના સામૂહિક વિનાશ જેવા સંકલ્પો લેનારા, હિંદુ ધર્મના દેવી-દેવતાઓ પર અનેક વાંધાજનક ટિપ્પણી કરનારા આ તમામ પક્ષો પોતાનો અપરાધ છુપાવવા માટે રામલીલા મેદાનનો સહારો લઈ રહ્યા છે.આ લોકો અહીં ભેગા થઇ રહ્યા છે તેને એક શબ્દમાં કહીએ તો, તો હિન્દીમાં એક કહેવત છે, 'ચોરી ઉપર સે સીનાઝોરી...'
કચ્ચથીવુ અંગે આપી પ્રતિક્રિયા
કચ્ચથીવુ દ્વીપ મુદ્દા અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હું સમગ્ર રાષ્ટ્રને યાદ અપાવવા માંગુ છું કે તે 1975 સુધી ભારતનું હતું અને તે તમિલનાડુમાં ભારતીય દરિયાકાંઠાથી માત્ર 25 કિમી દૂર છે. પહેલા ભારતીય માછીમારો ત્યાં જતા હતા પરંતુ ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં તત્કાલીન સરકારે તેને શ્રીલંકાને સોંપી દીધું હતું… એ કરારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ ભારતીય માછીમારો ત્યાં જઈ શકશે નહીં. જેના કારણે અનેક માછીમારો પકડાઈને જેલમાં ધકેલાઈ ગયા અને અત્યાચારનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે ન તો ડીએમકે આ મુદ્દો ઉઠાવે છે અને ન તો કોંગ્રેસ.









