- આ અંગે આપ નેતા સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો હતો
- બાંસુરીનું નામ EDના વકીલોની યાદીમાં કેમ છે?
- કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી
AAP નેતા સંજય સિંહને 6 મહિના પછી દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા છે.આ કેસ સંબંધિત દસ્તાવેજો પર ED વકીલોના નામમાં બીજેપી નેતા અને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રના બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજનું નામ સામેલ હતું. આ અંગે આપ નેતા સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો હતો કે બાંસુરીનું નામ EDના વકીલોની યાદીમાં કેમ છે? આ મામલે EDએ સ્પષ્ટતા આપી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા બાંસુરી સ્વરાજનું નામ આવતા વિવાદ વધી ગયો
EDના વકીલોની યાદીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા બાંસુરી સ્વરાજનું નામ આવતા વિવાદ વધી ગયો છે. જોકે, કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે તેમનું નામ ભૂલથી આ યાદીમાં જોડાઈ ગયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે બાંસુરી સ્વરાજનું નામ 'અજાણતા ભૂલ'ને કારણે યાદીમાં આવી ગયુ હતું.
આ યાદીમાં બાંસુરીનું નામ શા માટે ?
વાસ્તવમાં, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને આબકારી નીતિ કેસમાં 6 મહિના પછી જામીન મળ્યા છે. આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો પર ED વકીલોના નામમાં બીજેપી નેતા અને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર બાંસૂરી સ્વરાજનું નામ સામેલ છે. આ અંગે આપ નેતા સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો હતો કે બાંસુરીનું નામ EDના વકીલોની યાદીમાં કેમ છે?
સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યા?
સુપ્રીમ કોર્ટે બુધવારે AAP નેતા સંજય સિંહને જામીન આપવાના આદેશમાંથી વકીલ બાંસુરી સ્વરાજનું નામ હટાવવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, 'ઠીક છે, અમે આદેશને સુધારીશું.' ED તરફથી હાજર રહેલા એડવોકેટ ઝોહેબ હુસૈને કહ્યું કે સ્વરાજ આ કેસમાં હાજર થયા નથી અને ન તો તેણીએ આ મામલે એજન્સીનું પ્રતિનિધિત્વ કર્યું છે. હુસૈને કહ્યું કે કોઈ અજાણતા ભૂલને કારણે તેમનું નામ હાજરી સ્લિપમાં મૂકવામાં આવ્યું હતું.
કોર્ટે તેમનું નામ પેનલમાંથી પાછું ખેંચી લીધું હતું
કોર્ટે તેમનું નામ પેનલમાંથી પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે કોર્ટ ભૂલ સુધારશે અને ફરીથી ઓર્ડર અપલોડ કરશે. બાંસુરી સ્વરાજ કેન્દ્ર સરકારની પેનલમાં વકીલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ભાજપે તેમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમણે 7 માર્ચે પેનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જેને 15 માર્ચે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી.