- સામાન્ય રીતે માનહાનિ કેસમાં રોક નહી: SC
- માનહાની કેસમાં સજા પર રોક લગાવવા માગ
- અરજદારની અટક મોદી છે જ નહીઃ રાહુલના વકીલ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપતા સજા પર સ્ટે આપ્યો છે. રાહુલ ગાંધીએ માનહાની કેસમાં સજા પર રોક લગાવવાની સુપ્રિમ કોર્ટમાં માગ કરી હતી. રાહુલ ગાંધીની અરજી પર SCએ પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે રાહુલ ગાંધીની ટિપ્પણી અપમાનજનક નથી. સાથે જ સુપ્રિમે કહ્યું છે કે હજુ સુઘી ટ્રાયલ કોર્ટ આમાં ઓછી સજા આપી શકી હોત. ટ્રાયલ કોર્ટે વધુ સજા આપવાનું કારણ નથી જણાવ્યુ.
ઓછી સજા આપી શકાઈ હોત
સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું કે, મહત્તમ સજા કરવા માટે કોર્ટે કયા આધારો આપ્યા છે. તેનાથી પણ ઓછી સજા આપી શકાઈ હોત. જેના કારણે સંસદીય ક્ષેત્રના લોકોના અધિકારો પણ અકબંધ રહેશે. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે.
રાહુલ ગાંધીના વકીલે પક્ષ રજૂ કર્યો
મોદી સરનેમ ડિફેમેશન કેસમાં આજે સુપ્રીમ કોર્ટ (SC)માં સુનાવણી શરુ થઈ હતી. જેમાં અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે. સિંઘવીએ દલીલ કરી હતી કે મોદી અટક સાથે કોઈ ઓળખાયેલ વર્ગ નથી. વિવિધ જાતિના લોકો મોદી સરનેમનો ઉપયોગ કરે છે. આના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે તમારે તમારા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ કે દોષિતોના ચુકાદા પર રોક લગાવવી શા માટે જરૂરી છે. આજે દાખલ કરવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીએ દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીની સજા પહેલાથી જ સ્થગિત છે. સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે, તે જરૂરી છે કે દોષિત ઠેરવવા પર પ્રતિબંધ હોવો જોઈએ.
રાહુલ ગાંધીના વકીલની દલીલ
રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 3 પાનાના ભાષણમાં માત્ર એક લાઇન છે, જેના સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પૂર્ણેશ મોદીની અસલી અટક પણ મોદી નથી. તે પછીથી બદલાઈ ગયો. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ નિશ્ચિત વર્ગ નથી. વિવિધ જાતિના લોકો આ અટકનો ઉપયોગ કરે છે.
માનહાનિનો કેસ વ્યાજબી નથી
સિંઘવીએ કહ્યું કે જેનું નામ રાહુલ ગાંધીએ ભાષણમાં લીધું હતું તેમાંથી કોઈએ રાહુલ પર કેસ કર્યો નથી. તે પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમનું નામ ભાષણમાં પણ લેવામાં આવ્યું ન હતું. પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવાનું કોઈ વ્યાજબી કારણ નથી. મોદી અટકનો ઉપયોગ કરતા સમુદાયોમાં એકરૂપતા નથી. મોદી અટક ધરાવતા લોકોનો કોઈ વર્ગ ઓળખાયો નથી.
શું છે સમગ્ર મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.









