• NEET પરીક્ષા વિવાદ પર સુપ્રિમ કોર્ટે માગ્યો જવાબ
  • NTA અને કેન્દ્ર પાસે 2 સપ્તાહમાં માગ્યો જવાબ
  • સુપ્રિમ કોર્ટ આ મામલે 8 જુલાઇએ કરશે સુનાવણી

NEET રિઝલ્ટ વિવાદ પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ છે. કોર્ટે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સાથે જ કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે લાપરવાહી સામે કાર્યવાહી થવી જોઇએ. બાળકોને મહેનતને ભૂલી ન શકાય.  

0.001 ટકાની બેદરકારી હોય તો કાર્યવાહી થવી જોઇએ

સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ધારદાર સવાલો કર્યા હતા. કોર્ટે કહ્યું કે જો NEET પરીક્ષામાં 0.001 ટકા બેદરકારી હોય તો પણ તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

બાળકોની મહેનતને ભૂલી ન શકાય - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે NTA અને કેન્દ્રને જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. . સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને કહ્યું કે જો કોઈની તરફથી 0.001 ટકા પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી છે અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી.

8 જુલાઇએ થશે સુનાવણી

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે, NEET-UG 2024 માં કથિત પેપર લીક અને અનિયમિતતા સંબંધિત અરજીઓની સુનાવણી કરતી વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્રને સખત ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે કોઈની તરફથી સહેજ પણ બેદરકારી પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. NEET કેસમાં અમૂલ્યા વિજય પિનાપતિ અને નીતિન વિજય વતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં NEET પેપર લીક થવાની તપાસની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 8મી જુલાઈએ કરશે.

  • Follow us on: