સેબીનાં ચેરપર્સન માધવી પૂરી બૂચ અને તેમનાં પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ તેમજ શેર્સની વિગતોની તારીખ જણાવવા સેબીએ ઈનકાર કર્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ લોકેશ બત્રા દ્વારા RTI એક્ટ 2005 હેઠળ આ વિગતો માંગવામાં આવી હતી. બત્રાએ કહ્યું હતું કે તેમનાં દ્વારા માધવી પૂરી બૂચે જાહેર કરેલી સંપત્તિની વિગતો માંગવામાં આવી ન હતી ફક્ત કઈ તારીખે આ ડેક્લેરેશન જાહેર કરવામાં આવ્યું હતું તેની વિગત જ માંગવામાં આવી હતી. બૂચ દ્વારા તેમનાં હિતોનાં ટકરાવને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રૂપમાં રોકાણ સહિત કેટલાક મામલામાં પોતાને અલગ કરી દેવામાં આવી હતી.
પ્રાઈવસીના ભંગ સમાન : સેબી










