• નેપાળ થઈને ભારત આવી હતી પાકિસ્તાની સીમા હૈદર
  • સીમા હૈદર પાકિસ્તાની જાસુસ હોવાના પણ લાગ્યા હતા આરોપ
  • ATS વ્હોટ્સએપ ચેટ સહિતના પુરાવાની કરશે ઊંડી તપાસ

દેશમાં હાલ પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી ખાસ્સી ચર્ચામાં છે. આ દરમિયાન સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. ત્યારે, હવે ઉત્તર પ્રદેશ ATS સીમા હૈદરની પૂછપરછ કરી રહી છે. યુપી ATSએ સીમા હૈદરની અટકાયત કરી લીધી છે અને ગુપ્ત સ્થળે લઈ જઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીમા હૈદર શરૂઆતથી જ એટીએસના રડાર પર હતી. તે નેપાળ થઈને પોતાના પ્રેમીને મળવા ભારત આવી હતી. હવે એટીએસની ટીમ વ્હોટ્સએપ ચેટ અને અન્ય તમામ પુરાવાઓના આધારે તેની વધુ પૂછપરછ કરશે.


સાથે જ, સીમાના આઈડી કાર્ડ હાઈ કમીશન મોકલવામાં આવ્યા છે અને તેના પરથી જાણવા મળ્યું છે કે સીમા હૈદરના કાકા પાકિસ્તાની સેનામાં સુબેદાર અને સીમાનો ભાઈ પાકિસ્તાની સેનાનો સૈનિક છે. સીમાની હજુ પણ ભારતની સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરશે. લવ સ્ટોરી થી લઈને ભારત આવવા સુધીના તમામ પાસાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે સીમા પાકિસ્તાની નાગરિક છે અને તેના આવવામાં ઘણી સમસ્યાઓ છે. આવી સ્થિતિમાં તેની પૂછપરછ કરવી જરૂરી છે, તેથી દેશની સુરક્ષા સાથે સંકળાયેલી આવી તમામ એજન્સીઓ તેની પૂછપરછ કરશે.

સીમા અને સચિન મીણા 2019માં PUBG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા અને પછી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. ત્યારબાદ, 13 મે 2023ના રોજ, સીમા હૈદર નેપાળ થઈને બસમાં બેસીને ભારત આવી. ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર, સીમા અને સચિન ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહે છે, જ્યાં સચિન કરિયાણાની દુકાન ચલાવે છે. તો, પોલીસે સીમાને 4 જુલાઈના રોજ તેના ચાર બાળકો સાથે નેપાળમાં વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. આ સાથે સચિનને ગેરકાયદેસર શરણાર્થીને આશરો આપવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે બાદમાં બંનેને છોડી મુકવામાં આવ્યા હતા અને હવે ફરીથી યુપી એટીએસે સીમાની પૂછપરછ માટે અટકાયત કરી છે.


  • Follow us on: