• નિવેદનોની પુષ્ટિ માટે સીમાને નેપાળ લઈ જવાની તૈયારી

  • સોમવારે પણ સીમા, સચિન અને સચિનના પિતાની 8 કલાક પૂછપરછ કરાઈ હતી
  • સીમાના નિવેદનોની પુષ્ટિ કરવા માટે યુપી એટીએસની ટીમ તેને નેપાળ લઇ જવાની તૈયારી કરી

પાકિસ્તાની મહિલા સીમા હૈદરનું ચાર સંતાનો સાથે નોએડામાં તેના પ્રેમી સચિન મીણા સાથે રહેવા આવવું ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે. આ સ્ટોરીની સ્ક્રિપ્ટ કોણે અને ક્યાં લખી છે તે જાણવા યુપી એટીએસની ટીમ સતત બે દિવસથી સીમા અને સચિનની પૂછપરછ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે સીમાના નિવેદનોની પુષ્ટિ કરવા માટે યુપી એટીએસની ટીમ તેને નેપાળ લઇ જવાની તૈયારી કરી રહી છે. યુપી એટીએસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે સીમા ક્યાંક પ્રેમની આડમાં જાસૂસી માટે કે કોઇ બદઇરાદે તો ભારતમાં નથી આવી ને? એટીએસની ટીમે મંગળવારે સવારથી સીમાની પૂછપરછ હાથ ધરી હતી. એટીએસે સોમવારે પણ સીમા, સચિન અને સચિનના પિતા નેત્રપાલની પૂછપરછ કરી હતી. પહેલાં ત્રણેયની અલગથી પૂછપરછ કરાઇ હતી. પછી સીમા અને સચિનને સાથે બેસાડીને બંનેની પૂછપરછ કરાઇ. સીમા પાકિસ્તાનથી ભારત આવી તે અંગે બંને પાસેથી માહિતી લેવાઇ હતી. તેના મોબાઇલ અને પાસપોર્ટ અંગે પણ સવાલ કરાયા હતા. યુપી એટીએસે લગભગ 8 કલાકની પૂછપરછ બાદ ત્રણેયને ઘરે જવા દીધા હતા.

સચિન પહેલાં દિલ્હી-NCRના ઘણા યુવકોના સંપર્કમાં હતી સીમા

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સીમાની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. સીમા PUBGના માધ્યમથી સચિન પહેલાં દિલ્હી-NCRના ઘણા યુવકોના પણ સંપર્કમાં હતી. સોમવારે સીમાની પૂછપરછ દરમિયાન તેને અંગ્રેજીના કેટલાક વાક્યો વાંચવા કહેવાયું હતું, જે તેણે સારી રીતે વાંચ્યા હતા. આ ઉપરાંત તે કોઇ જ ખચકાટ વિના તમામ સવાલોના જવાબ આપી રહી છે તેને કારણે એટીએસ સતર્ક છે. તેને કોઇ ગાઇડ કરી રહ્યું છે કે કેમ તેની પણ એટીએસ તપાસ કરી રહ્યું છે. તેના પરિવારમાં કેટલા સભ્યો છે? સાસરીમાં અને પિયરમાં લોકો શું કરે છે?


  • Follow us on: