• વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા
  • વૈદિક સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી, રશિયન અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા
  • મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું આજે સવારે (14 માર્ચ) નિધન થયું છે. તેના પીએ મોહને જણાવ્યું કે, આજે સવારે લગભગ 9 વાગે તે બાથરૂમમાં લપસી ગયા હતા, ત્યારબાદ તરત જ તેમને ઘરની નજીકની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેઓ રાજકીય વિશ્લેષક અને સ્વતંત્ર કટારલેખક હતા. વૈદિક ભારતની હિન્દી સમાચાર એજન્સી 'ભાષા'ના પ્રેસ ટ્રસ્ટના સ્થાપક-સંપાદક તરીકે સંકળાયેલા હતા. તેઓ અગાઉ ટાઈમ્સ ગ્રુપના નવભારત ટાઈમ્સમાં એડિટર હતા. વૈદિક ભારતીય ભાષા સંમેલનના છેલ્લા પ્રમુખ હતા. વૈદિકે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો જે ચર્ચામાં રહ્યો હતો.

વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા, તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.

તેમનો જન્મ ક્યાં થયો હતો, તેમણે અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા?

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 30 ડિસેમ્બર 1944ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પીએચડી કર્યું છે. તેઓ ચાર વર્ષ સુધી દિલ્હીમાં રાજકીય વિજ્ઞાનના શિક્ષક હતા. તેમને ફિલસૂફી અને રાજકારણમાં પણ ખૂબ રસ હતો. તેમણે હરિયાણાના ગુડગાંવ જિલ્લામાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

વૈદિક સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી, રશિયન અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા

અફઘાનિસ્તાનમાં સંશોધન દરમિયાન, વૈદિકને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી, લંડન ઓરિજિનલ સ્ટડી ઇન્સ્ટિટ્યૂટ, મોસ્કો એકેડેમી ઑફ સાયન્સ અને કાબુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની વિશેષ તક મળી. તેણે લગભગ 50 દેશોનો પ્રવાસ કર્યો. વૈદિક સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, ફારસી, રશિયન અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા.

  • Follow us on: