• સવા કરોડની છેતરપિંડીના કેસમાં ચાર્જશીટ મૂક્યું તેમાં આખો ભાંડા ફોડ થયો

  • તપાસ અધિકારી સામે કાર્યવાહી કરવા કોર્ટે પોલીસ કમિશનરને આદેશ કર્યો
  • ચાર્જશીટ બાદ બન્ને આરોપીઓ સાક્ષી હોવા છતા કેવી રીતે જેલમાં રાખવામાં આવ્યા

મુંબઈ સાઈબર ક્રાઈમ સેલ અને CBI ના ઓફ્સિર તરીકે ઓળખાતા કોલર્સ દ્વારા રૂ. 1.15 કરોડની છેતરપિંડી કેસમાં સાઈબર ક્રાઈમે 12 આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.

જેમાં તપાસનીશ અધિકારી પી.એચ.મકવાણાએ તપાસ કરીને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કર્યુ હતુ, જેમાં બે આરોપીને ચાર્જશીટમાં સાક્ષી તરીકે દર્શાવ્યા હોવા છતા તેને જેલમાં રહેવુ પડયુ હતુ. બીજી તરફ કિશા પોલાભાઈ ભારાઈએ મેટ્રોપોલીટન કોર્ટમાં જામીન અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, મને આ કેસમાં સાક્ષી તરીકે દર્શાવ્યા છે આમ છતા મને જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે કોર્ટે આરોપી કિશા ભારાઈને જામીન પર મુકત કરીને સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર પી.એચ.મકવાણા સામે પોલીસ કમિશનરને તપાસ કરીને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. જયારે આ કેસમાં અન્ય આરોપી રોહીત જીતુભાઈ વાધેલાને પણ સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા હોવા છતા 15 દિવસથી જેલમાં છે. ત્યારે ચાર્જશીટ બાદ બન્ને આરોપીઓ સાક્ષી હોવા છતા કેવી રીતે જેલમાં રાખવામાં આવ્યા? જેલમાં કોની બેદરકારીથી રહ્યા સહિતના મુદ્દે તપાસ કરવી જોઈએ તેવુ કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે.


  • Follow us on: