• લોકોએ પાણીનું રેશનિંગ શરૂ કર્યું,લોકો પાણીની બમણી કિંમત ચૂકવવા મજબૂર

  • દૈનિક જરૂરિયાત માટે ટેન્કરોનો સહારો લેવાની ફરજ પડી
  • ગયા વર્ષે ચોમાસું નિષ્ફળ રહેવાને કારણે બેંગલુરુ શહેરમાં પાણીની ભારે તંગી સર્જાઇ

હજું ઉનાળો શરૂ પણ નથી થયો પરંતુ કર્ણાટકનું પાટનગર બેંગલુરુ ભીષણ જળસંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના લોકો હાલ પાણીની કમીનો સામનો કરવા મજબૂર બન્યા છે. લોકોએ પાણી બચાવવાનું અભિયાન શરૂ કર્યુ છે અને પાણી માટે બમણી કિંમત ચૂકવી રહ્યા છે. શહેરના રહેવાસીઓએ પાણીની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. અછતને કારણે લોકોએ પાણીનું રેશનિંગ પણ શરૂ કર્યુ છે અને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. અને દૈનિક જરૂરિયાતોની પૂર્તિ માટે લોકો બમણી કિંમત ચુકવીને પાણી ખરીદી રહ્યા છે. ગયા વર્ષે ચોમાસું નબળું રહેવાને કારણે શહેરના ભૂગર્ભ જળના સ્તરમાં કમી આવી હતી અને કાવેરી બેઝિનનું જળસ્તર પણ ઘટયું છે. સાથે જ ઓછા વરસાદને કારણે જળાશયોમાં પણ પાણીનું સ્તર ઘટી ગયું છે. 1.40 કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં હાલ પાણીનું સંકટ એટલું વધી ગયું છે કે લોકો ઉનાળા પહેલા જ ટેન્કરો મંગાવી બમણી કિંમતે પાણી ખરીદી રહ્યા છે.

12 હજાર લિટર પાણીની ટેન્કર બે હજારમાં

પાણીની અછતની સ્થિતિની વાત કરીએ તો ટેન્કર ઓપરેટર્સે 12 હજાર લિટર પાણીના ટેન્કર માટે હવે કિંમતો વધારી દીધી છે. હજુ એક મહિના પહેલા સુધી બાર હજાર લિટર પાણી ધરાવતી ટેન્કર 1200માં જ આવતી હતી પરંતુ હવે તેના માટે બે હજાર રૂપિયા જેટલી રકમ વસૂલવામાં આવી રહી છે. લોકોને દૈનિક જરૂરિયાત માટે પૂરતું પાણી મળી રહ્યું નથી.


  • Follow us on: