- ઝારખંડબાદ પ.બંગાળના પ્રવાસે પીએમ મોદી
- 7200 કરોડના વિકાસના કાર્યોની આપી ભેટ
- હુગલીમાં પીએમ મોદીએ જનસભા સંબોધી
ઝારખંડ બાદ પીએમ મોદી પશ્ચિમબંગાળના પ્રવાસે પહોંચ્યા છે. આરામબાગમાં પીએમ મોદીએ 7200 કરોડ રૂપિયાની વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ત્યાર બાદ પીએમ મોદીએ સભા સંબોધન કર્યું.
હવે ભારત પાંચમી અર્થવ્યવસ્થા- પીએમ મોદી
PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે વિતેલા 10 વર્ષમાં ભારત 11મા નંબર પર હતુ અત્યારે પાંચમા નંબરની આર્થિક તાકાત બન્યુ છે. જી20માં કેવી રીતે ભારતની જયજયકાર થઇ તે આપણે જોયુ. ભારત સ્પેસ સેક્ટરમાં પણ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ ભારત આગળ છે. આજે સ્વતંત્ર ભારતમાં દેશની સમૃદ્ધિ ફરીથી ગૌરવ સાથે નવી ઊંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે. 500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજ્યા છે. પ. બંગાળમાં જે રીતે રામ લલ્લાનું સ્વાગત થયુ. રામ પ્રત્યે બંગાળના લોકોને આસ્થા છે તેનાથી આખો દેશ પ્રભાવિત છે.
દીદીએ પુરી તાકાત લગાવી ટીએમસી નેતાને બચાવવા- પીએમ મોદી
ટીએમસીએ સંદેશખાલીની બહેનો સાથે જે કર્યુ તેનાથી દેશ આખો દુઃખી અને આક્રોશમાં છે. રાજા રામ મોહનરાયની આત્મા આજે જ્યાં પણ હશે આ લોકોના કારનામાને લઇને અત્યંત દુઃખી થઇ હશે. ટીએમસીના નેતાએ સંદેશ ખાલીમાં બહેનો, દીકરીઓ સાથે દુસાહસની હદ પાર કરી નાંખી. સંદેશખાલીની બહેનોએ મમતા દીદીપાસેથી મદદ માગી તો દીદીએ ટીએમસીના નેતાને બચાવવા પુરી શક્તિ લગાવી. બીજેપીના આ તમામ નેતાઓએ રાત દિવસ લડાઇ લડી. બીજેપીના દબાણને લીધે બંગાળ પોલીસે આરોપીને પકડવો પડ્યો છે. ટીએમસીના રાજમાં આ અપરાધી નેતા બે મહિના સુધી ફરાર રહ્યો. કોઇ તો હશે ને જે તેને બચાવતુ હશે ? શું આવી ટીએમસી સરકારને માફ કરાય. ? માતા બહેનો સાથે જે થયુ તેનું બદલો લેશોને ? દરેક ચોટનો જવાબ વોટથી આપવાનો છે.
ગરીબોને લૂંટનારાને મોદી છોડશે નહી- પીએમ મોદી
PM મોદીએ કહ્યું કે અહીંથી એટલા બધા પૈસા મળી રહ્યા છે કે આટલી બધી ચલણી નોટો આપણે ક્યારેક ફિલ્મમાં પણ નહી દોઇ હોય. પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળને લૂંટનારાને આ મોદી છોડશે નગી. હું પ.બંગાળના લોકોને વચન આપુ છું કે લૂંટનારાઓએ તમામ પૈસા પાછા આપવા પડશે. મોદી તેમની ગાળો અને પ્રહારોથી ડરશે નહી. ઝૂકશે નહી. જેણે ગરીબને લૂંટ્યા છે તેમને પૈસા પાછા આપવા જ પડશે









