- 'કેટલાક લોકો કહેતા હતા જોઈને આવીએ, તેમણે તો શપથ જ લઈ લીધા'
- ‘પહેલા અમારા પર આરોપો મૂકે છે પછી અમારા જ નેતાઓને મંત્રી બનાવે છે'
- 'જે લોકો ભાજપ સાથે ગયા, તેમનું ભવિષ્ય ખતમ થઈ ગયું
અજીત પવારના આક્ષેપો બાદ NCP અધ્યક્ષ શરદ પવારે અજીત પવાર સામે પલટવાર કર્યો છે. મુંબઇમાં પોતાના જૂથના નેતાઓની બેઠકમાં શરદ પવારે કહ્યું હતું કે જો અજીત પવારને કોઈ સમસ્યા હતો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી. જો તેમના મનમાં કઈ હતું તો તે મારી સાથે વાત કરી શકતા હતા. અજીત પવાર જૂથે કોઈ પ્રક્રિયાનુ પાલન નથી કર્યું. અજીતે આજે જે કઈ પણ કહ્યું તે સાંભળીને દુખ થયું. તમે ખોટું કર્યું છે તો સજા ભોગવવા માટે પણ તૈયાર રહો.
અજીત પવાર જૂથ માટે શરદ પવારે કહ્યું હતું કે કાર્યકર્તાઓએ કષ્ટ ભોગવ્યું છે, ત્યારબાદ સારા દિવસો આવ્યા છે. તમે જે વિચારધારાનો વિરોધ કર્યો તેની સાથે જવું યોગ્ય નથી. અમારું ચૂંટણી ચિન્હ ક્યાંય નહીં જાય અને અમે તેને ક્યાંય જવા પણ નહીં દઈએ. તમે તેમની સભામાં જોયું હશે કે મારી તસવીર પાછળ લગાવવામાં આવી હતી. તેઓ જાણે છે કે મારા વિના તેમનો સિક્કો ચાલશે પણ નહીં કે રણકશે પણ નહીં. જે લોકો અને પાર્ટીના કાર્યકરો અમને સત્તામાં લાવ્યા છે તે અમારી સાથે છે. હું ચોક્કસપણે સત્તામાં નથી, પરંતુ હું મારા લોકો અને રાજ્યના લોકોની વચ્ચે છું.
પહેલા અમારા પર આરોપો મૂકે છે પછી અમારા જ નેતાઓને મંત્રી બનાવે છે'
શરદ પવારે કહ્યું કે રાજનીતિમાં સંવાદ આજે ખતમ થઈ ગયો છે. જો રાજકારણમાં કંઇક ખોટું થતું હોય તો નેતાઓએ તેની વાત સાંભળવી જોઇએ. સંવાદ કરતાં રહેવું જોઈએ. જો વાતચીત ન થાય તો દેશમાં અસ્વસ્થતા છે. જો કંઈક ખોટું થઈ રહ્યું છે, તો તેને સુધારવું પડશે. સંકટ મોટું છે, આપણે ઘણા દૂર સુધી જવાનું છે. વડાપ્રધાને કહ્યું હતું કે NCPએ 70 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. આ આરોપ પાયાવિહોણો છે. એક તરફ તમે અમારી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવો છો તો બે દિવસ પહેલા તમે અમારી જ પાર્ટીના નેતાઓને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી કેમ બનાવ્યા?
'કેટલાક લોકો કહેતા હતા જોઈને આવીએ, તેમણે તો શપથ જ લઈ લીધા'
તેણે કહ્યું કે દેવ કહેતા હતા, પાંડુરંગ કહેતા હતા, વિઠ્ઠલ કહેતા હતા, પછી બીજી બાજુ ગયા, આ બરાબર નથી. જે ધારાસભ્યોએ દૂર જવાનો નિર્ણય લીધો હતો તેઓએ અમને વિશ્વાસમાં લીધા નથી. કેટલાક લોકો જોઈને આવશે તેમ કહી ગયા હતા. પછી જઈને શપથ લીધા. ખરા લોકો છે. એટલા માટે જો કોઈ કહે કે જોયા પછી આવે છે તો ચેતી જજો. છગન ભુજબળે કહ્યું કે હું જોઈને આવીશ અને જઈને શપથ લઈ લીધા.
'જે લોકો ભાજપ સાથે ગયા, તેમનું ભવિષ્ય ખતમ થઈ ગયું’
શરદ પવારે કહ્યું કે મોદીએ કહ્યું હતું કે દેશ કેવી રીતે ચલાવવો તે પવાર પાસેથી શીખ્યા. મોદી બારામતી આવ્યા ત્યારે મારા વખાણ કર્યા હતા. ચૂંટણી આવે ત્યારે મને ખૂબ અપશબ્દો કહે છે. જે લોકો ભાજપ સાથે ગયા તેમના ભવિષ્ય ખતમ થઈ ગયા. અજિત પવાર કહેતા હતા કે તેમણે ઇતિહાસમાં આવા મુખ્યમંત્રી (શિંદે જેવા) જોયા નથી, આજે તેઓ તેમની સાથે સત્તામાં ગયા. જ્યારે અમે કોંગ્રેસમાં હતા ત્યારે અમે નવી પાર્ટી બનાવવાનું નક્કી કર્યું હતું. અમે કોંગ્રેસ ભવન છોડી દીધું કારણ કે તે કોંગ્રેસની સંપત્તિ હતી. જ્યારે તે અમારા હાથમાં હતો ત્યારે અમારે તેને પકડવાની જરૂર નહોતી.