• શેખ હસીના ઘણા સમય સુધી ભારતમાં રહેવાના છે
  • મુસ્લિમ દેશો સહિત અનેક દેશોમાં જવા માટે વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે
  • બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના

બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાની સરકાર બન્યા બાદ હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ છે. દરમિયાન, ભૂતપૂર્વ પીએમ શેખ હસીના હવે શું કરશે અને ક્યાં જશે તે સૌ જાણવા ઉત્સુક છે.

હસીના ઘણા  સમય સુધી ભારતમાં રહી શકે છે

એવી અટકળો ચાલી રહી હતી કે હસીના ટૂંક સમયમાં ભારત છોડીને કોઈ અન્ય દેશમાં જવાના છે. હવે સમાચાર છે કે તેઓ ઘણા સમય સુધી ભારતમાં રહેવાના છે. જો કે તેના અન્ય દેશોમાં જવા અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે.

હસીના દેશ છોડીને ભારત આવી ગયા હતા

નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને તેમની સરકાર વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને પોતાની બહેન શેખ રેહાના સાથે દેશ છોડીને ભાગી ગયા હતા. તે સોમવારે બાંગ્લાદેશ સૈન્ય વિમાન દ્વારા દિલ્હી નજીક હિંડન એર બેઝ પહોંચ્યા હતા.

આ દેશોમાં જવા માટે વિકલ્પોની શોધ થઈ રહી છે

એવા સમાચાર હતા કે હસીના બ્રિટનમાં આશ્રય માંગી રહ્યા છે, જ્યાં રેહાનાની પુત્રી ટ્યૂલિપ સિદ્દીક લેબર પાર્ટી તરફથી બ્રિટિશ સંસદની સભ્ય છે. જોકે હજુ સુધી આ શક્ય બન્યું નથી. રિપોર્ટ મુજબ અમેરિકાએ હસીનાના વિઝા પણ રદ કરી દીધા છે. તે હવે યુએઈ અને યુરોપીયન દેશોમાં આશ્રય માટે તેમના વિકલ્પો શોધી રહ્યા છે.

ભારતમાં આવા કાયદા જાણીજોઈને બનાવવામાં આવ્યા નથી

ભારતમાં કોઈ આશ્રય કે શરણાર્થી કાયદો નથી. ભારતમાં આવા કાયદા જાણીજોઈને બનાવવામાં આવ્યા નથી. કાનૂની સ્થિતિ એ છે કે આપણે કોઈને શરણાર્થી અથવા આશ્રય સ્થિતિમાં રાખી શકતા નથી. સરકારની નીતિના કારણે દલાઈ લામા અહીં છે. શરણાર્થી કાયદાઓ સમગ્ર વિશ્વમાં સમસ્યાઓનું કારણ બની રહ્યા છે. એકવાર તમે શરણાર્થી અને આશ્રયનો દરજ્જો આપો, તેઓ તેમના અધિકારોની માંગ કરે છે અને કોર્ટમાં જાય છે. એને પછી વધુ સમસ્યાઓ થાય છે. 

  • Follow us on: