હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વકરી રહ્યો છે. શિમલાના સંજૌલીમાં હિંદુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. પ્રદર્શનકારીઓ બેરિકે઼ડ્સ તોડીને મસ્જિદ તરફ આગળ વધી રહ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા ભેગા થયા હતા. પોલીસના બેરેકેડ્સ તો઼ડીને આગળ વધી જતા મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને હટાવાવમાં આવી રહ્યા છે.













